Asian Games 2023 Day 5: એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે ભારતે જીત્યો વધુ મેડલ, રોશિબિના દેવીએ જીત્યો સિલ્વર
Asian Games 2023 Day 5: એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે ભારતે સિલ્વર મેડલ સાથે શરૂઆત કરી હતી
Asian Games 2023 Day 5: એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે ભારતની વુશુ ખેલાડી રોશિબિના દેવીએ ઈતિહાસ રચ્યો હતો. તેણે વુશુમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
REMARKABLE ROSHIBINA🥈🌟
— SAI Media (@Media_SAI) September 28, 2023
Roshibina won a sparkling Silver medal in the Wushu women’s 60 kg category at the #AsianGames2022
Interestingly, Roshibina upgraded the color of her medal from bronze, which she won in 2018, Jakarta AG, to Silver this time.🔥🫡
Kudos, champ!… pic.twitter.com/5uygAMK8Ta
ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હરાવી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. વાસ્તવમાં એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ હતી.
હવે ભારત પાસે કુલ 23 મેડલ છે. ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગ, મહિલા ક્રિકેટ અને ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પવારે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન (મહિલા)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કુલ 22 મેડલ્સમાં પાંચ ગોલ્ડ, સાત સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ભારતના ગોલ્ડ મેડલ્સ
-ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)
-મહિલા ક્રિકેટ ટીમ
-ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, , હૃદય વિપુલ છેડા અને અનુષ અગ્રવાલ, સુદીપ્તિ હજેલા)
-મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ)
- સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (મહિલા)
ભારતના સિલ્વર મેડલ્સ
-ઈશા સિંહ, 25 મીટર પિસ્તોલ શૂટિંગ (મહિલા વર્ગ)
-અનંત જીત સિંહ, શૂટિંગ (સ્કીટ)
-નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ)
-મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ)
-અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ)
-સિફ્ટ કૌર સમરા, આશિ ચૌકસી અને માનિની કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ)
-મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ)