શોધખોળ કરો

Asian Games Live Update: Asian Games 2023, Day 7 Live:ટીમ ઇન્ડિયાનું ટેનિસમાં શાનદાર પ્રદર્શન, જીત્યો ગોલ્ડ, જાણો અપડેટ્સ

ભારતે ટેનિસ ગોલ્ડ જીતીને ભારતને નવમો ગોલ્ડ અપાવ્યો છે તો મીરા ચાનુ ઇજાગ્રસ્ત થઇ હોવાથી મેડલ ચૂકી ગઇ

LIVE

Key Events
Asian Games Live Update:  Asian Games 2023, Day 7 Live:ટીમ ઇન્ડિયાનું ટેનિસમાં શાનદાર પ્રદર્શન, જીત્યો ગોલ્ડ, જાણો અપડેટ્સ

Background

Asian Games 2023: છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 34 મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાને 7મા દિવસે પણ મેડલની આશા છે.

એશિયન ગેમ્સ 2023ના છઠ્ઠા દિવસના અંત સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 33 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાને 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે સાતમા દિવસે પણ ભારત મેડલની આશા રાખશે. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાશે. બેડમિન્ટનની સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ બપોરે રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટેનિસમાં પણ કોર્ટમાં ઉતરશે.

શનિવારે તમામની નજર ભારતીય ખેલાડીઓ પર રહેશે. ભારતના મુરલી શ્રીશંકર અને જેસવિન એલ્ડ્રિન લાંબી કૂદ માટે મેદાનમાં ઉતરશે. મહિલા હર્ડલ્સમાં જ્યોતિ યારાજી અને નિત્યા રામરાજ પાસેથી આશા રહેશે. જ્યારે મોહમ્મદ અજમલ 400 મીટરની ફાઈનલ મેચ માટે ટ્રેક પર રહેશે. કાર્તિક કુમાર અને કુલવીર સિંહ 10,000 મીટરની ફાઈનલમાં ટકરાશે.

ટીમ ઈન્ડિયાની સ્ટાર એથલીટ મીરાબાઈ ચાનૂ પણ શનિવારે તેની મેચમાં ભાગ લેશે. ચાનુ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં પોતાની તાકાત બતાવશે. બિંદિયારાની દેવી 55 કિગ્રા વર્ગ માટે સ્પર્ધા કરશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલાએ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને શૂટિંગની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ જીત્યો હતો.

ટીમ ઈન્ડિયા માટે અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. પલક ગુલિયાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે શૂટિંગ અને રોઇંગ સહિતની ઘણી રમતોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

14:40 PM (IST)  •  30 Sep 2023

Asian Games 2023 Live: ટીમ ઈન્ડિયાએ બાસ્કેટબોલમાં મલેશિયાને હરાવ્યું

ભારતની મહિલા 33 બાસ્કેટબોલ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ મલેશિયા પર શાનદાર જીત નોંધાવી છે. તેણે મલેશિયાને 16-6થી હરાવ્યું છે.

14:37 PM (IST)  •  30 Sep 2023

Asian Games 2023 Live: મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઈ

ભારતની સ્ટાર એથ્લેટ મીરાબાઈ ચાનુ  મેડલ ચૂકી ગઇ હોવાથી નિરાશ છે. મીરાબાઈ પણ અંતિમ લિફ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસમાં 108 કિલો વજન ઉપાડ્યું હતું. આ પછી, તે બીજા પ્રયાસમાં 117 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. ત્રીજા પ્રયાસમાં પણ તે સફળ થઈ શકી નહીં.

14:37 PM (IST)  •  30 Sep 2023

Asian Games 2023 Live: ભારતે ટેનિસમાં ગોલ્ડ જીત્યો

ભારતે ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તાઈપેઈની જોડીને 2-6, 6-3 અને 10-4થી હરાવી હતી.

13:19 PM (IST)  •  30 Sep 2023

Asian Games :7મા દિવસે શનિવારે પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના 7મા દિવસે શનિવારે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય શૂટરોએ ત્રિરંગો લહેરાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ શનિવાર સવાર સુધી શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. સરબજોત સિંહ અને દિવ્યાએ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શનિવારે સવારે ટીમ ઈન્ડિયા માટે સિલ્વર જીત્યો. જોકે તે ગોલ્ડ ચૂકી ગયો હતો.

11:26 AM (IST)  •  30 Sep 2023

Asian Games 2023:દિવ્યા-સરબજોત ફાઇનલમાં ગોલ્ડ મેળવવાનું લક્ષ્ય ચૂકી ગયા

એશિયન ગેમ્સ 2023માં ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. ભારતની સરબજોત અને દિવ્યાએ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ભારતીય ટીમ પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી, પરંતુ ફાઇનલમાં હાર્યા બાદ તેમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત માટે શૂટિંગમાં આ 8મો સિલ્વર મેડલ છે. એકંદરે, શૂટિંગમાં ભારત માટે આ 19મો મેડલ હતો. શૂટિંગમાં ભારતનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલKutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકારRajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો  સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Ration Card Rules: એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Embed widget