Asian Games 2023: સોમવારે ભારતે જીત્યા 7 મેડલ, હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી, જાણો ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે
Asian Games 2023: અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતે 60 મેડલ જીત્યા છે. 13 ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતે 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
![Asian Games 2023: સોમવારે ભારતે જીત્યા 7 મેડલ, હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી, જાણો ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે Asian Games 2023 Day 9th Highlights and Medal Tally Asian Games 2023: સોમવારે ભારતે જીત્યા 7 મેડલ, હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી, જાણો ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/70deb54e79a5efc7e105919644af22671696262652330428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asian Games 2023: એશિયન ગેમ્સમાં સોમવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. સોમવારે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. આ 7 મેડલમાંથી એથ્લેટ્સે ભારત માટે 5 મેડલ જીત્યા હતા. આજની રમતના અંત સુધી, તેજસ્વિન શંકર 4260 પોઈન્ટ સાથે ડેકાથલોનમાં ટોચ પર છે. ભારતીય ટીમને 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ મળ્યો. આજે અગાઉ, સ્કેટરોએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પછી બપોરે ટેબલ ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે સાંજથી એથ્લેટિક્સ ઈવેન્ટ્સનો પ્રારંભ થયો હતો.
સ્કેટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા ટીમે સ્કેટિંગ 3000 મીટર રિલેમાં 4:34.861ના સમય સાથે મેડલ જીત્યો હતો. આ પછી, પુરુષોની ટીમે 4:10.128ના સમય સાથે રિલે ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.
સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીને બ્રોન્ઝ
જો કે, ટેબલ ટેનિસમાં સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીને સેમિફાઇનલમાં કોરિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. કોરિયન ખેલાડીએ ભારતીય જોડીને 1-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11થી હરાવી હતી.
Congratulations to Ayhika Mukherjee and Sutirtha Mukherjee on winning the Bronze Medal. This is a special win because it is the first ever medal in the women's doubles event by India at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 2, 2023
Their dedication, skills and teamwork are exemplary. pic.twitter.com/wVK2WOShRk
સ્ટીપલચેઝ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યો
પારુલ ચૌધરીએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. જ્યારે આ ઈવેન્ટમાં પ્રીતિએ બ્રોન્ઝ કબજે કર્યો હતો. સોજને વિમેન્સ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો.તેણે મહિલાઓની લોંગ જમ્પમાં 6.63 મીટરના જમ્પ સાથે સિલ્વર જીત્યો હતો. આ સિવાય ભારતના મુહમ્મદ અનસ, જિસ્ના મેથ્યુ, ઐશ્વર્યા મિશ્રા, સોનિયા બૈશ્યા, મુહમ્મદ અજમલે મિશ્ર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય પુરૂષ ટીમ હોકીમાં સેમી ફાઇનલમાં પહોંચી
આ સિવાય હોકીમાં ભારતીય પુરૂષ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે. ભારતે તેની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશ સામે રમી હતી અને 12-0થી જીત મેળવી હતી. ભારત તરફથી હરમનપ્રીત સિંહ અને મનપ્રીત સિંહે 3-3 ગોલ કર્યા હતા. અભિષેકે બે ગોલ કર્યા હતા. તેમજ અમિત રોહિદાસ, લલિત ઉપાધ્યાય, નીલકાંત શર્મા અને ગુરજંત સિંહે 1-1 ગોલ કર્યો હતો.
Our #MenInBlue of Hockey 🏑 scored a dominant win against 🇧🇩 with a score of 12-0 & proceeds to the Semi Finals💪🏻
— SAI Media (@Media_SAI) October 2, 2023
The boys were on 🔥today!
The Semis are all set to take place on 4⃣th Oct!
Stay tuned to know more and keep chanting #Cheer4India 🇮🇳#HallaBol#JeetegaBharat… pic.twitter.com/rjjy5mz3iS
એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા 60 પર પહોંચી
અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતે 60 મેડલ જીત્યા છે. 13 ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતે 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે જ મેડલ ટેલીમાં ચીન ટોચ પર છે. જ્યારે મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)