Asian Games 2023: ભારતે ઇતિહાસ રચ્યો, એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો
Asian Games 2023: ભારતે 2023 એશિયન ગેમ્સના 11મા દિવસે બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. ભારતે હવે એક એડિશનમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 2023 એશિયન ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. 2023 એશિયન ગેમ્સના 11મા દિવસે બે મેડલ જીતીને, ભારતે એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
હકીકતમાં, 2023 એશિયન ગેમ્સમાં ભારત પાસે હવે 71 મેડલ છે. એશિયન ગેમ્સની એક આવૃત્તિમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં ભારતે સૌથી વધુ 70 મેડલ જીત્યા હતા. ભારતે આ રેકોર્ડ 2018માં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં બનાવ્યો હતો. ત્યારે ભારતે 16 ગોલ્ડ, 13 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
2023ની એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 16 ગોલ્ડ, 26 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 11મા દિવસે, ઓજસ દેવતલે અને જ્યોતિ વેન્નમે તીરંદાજીની કમ્પાઉન્ડ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
INDIA HAS CREATED HISTORY....!!! 🇮🇳
71st medal in Asian Games, their best performance over, going past 70 medals in 2018.
- A great day in Indian sporting history. pic.twitter.com/D5AS2SA1aG — Johns. (@CricCrazyJohns) October 4, 2023
મંજુ રાની અને રામ બાબુની જોડીએ બુધવારે ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ 35 કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2023 એશિયન ગેમ્સમાં ભારતનો આ 70મો મેડલ હતો. ભારત હવે ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર હતું. આ પછી ઓજસ દેવતલે અને જ્યોતિ વેન્નમે તીરંદાજીમાં અજાયબીઓ કરી. આ જોડીએ સોનાને નિશાન બનાવ્યું હતું.
Gold Medal - 16*.
— Johns. (@CricCrazyJohns) October 4, 2023
Silver Medal - 27*.
Bronze Medal - 28*.
India has over-taken their best ever performance in Asian Games history by winning their 71st medal. 🇮🇳 A proud moment for all sports fans. pic.twitter.com/dIKsvPy83A
ભારત 2023 એશિયન ગેમ્સમાં મેડલની સદી ફટકારી શકે છે
2023 એશિયન ગેમ્સના 11મા દિવસે અત્યાર સુધીમાં ભારતના નામે 16 ગોલ્ડ, 26 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ છે. ભારત આ એશિયન ગેમ્સમાં મેડલની સદી ફટકારીને ઈતિહાસ રચી શકે છે. આજે એટલે કે બુધવારે ભારત 10 થી વધુ મેડલ જીતે તેવી અપેક્ષા છે.
16 ગોલ્ડ, 26 સિલ્વર, 29 બ્રોન્ઝઃ કુલ 71 મેડલ
1: મેહુલી ઘોષ, આશિ ચૌકસી અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
2: અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
3: બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ
4: મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર
5: રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
6: ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
7: આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
8: પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
9: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
10: અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ - પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
11:મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ
12: નેહા ઠાકુર ડીંઘી- ILCA4 ઇવેન્ટ (સેલિંગ): સિલ્વર
13: ઇબાદ અલી- RS:X (સેલિંગ): બ્રોન્ઝ
14: દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલા - ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
15: સિફ્ટ કૌર સમરા, આશી ચૌકસી અને માનિની કૌશિક - 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ
16: મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન - 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
17: સિફ્ટ કૌર સમરા - મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
18: આશી ચૌકસી - મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): બ્રોન્ઝ
19: અંગદ, ગુરજોત અને અનંત જીત્યા - મેન્સ સ્કીટ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): બ્રોન્ઝ
20: વિષ્ણુ સર્વાનન – ILCA7 (સેલિંગ): બ્રોન્ઝ
21: ઈશા સિંઘ, મહિલા 25 મીટર પિસ્તોલ (શૂટિંગ): સિલ્વર
22: અનંત જીત સિંઘ, મેન્સ સ્કીટ (શૂટિંગ): સિલ્વર
23. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વર
24: અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ
25. અનુષ અગ્રવાલા, ડ્રેસેજ વ્યક્તિગત (અશ્વારોહણ): કાંસ્ય
26: ઈશા સિંઘ, દિવ્યા ટીએસ અને પલક ગુલિયા – મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
27: ઐશ્વર્યા તોમર, અખિલ શિયોરાન અને સ્વપ્નિલ કુસલે – પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
28: રામકુમાર રામનાથન અને સાકેથ માયનેની – મેન્સ ડબલ્સ (ટેનિસ): સિલ્વર
29: પલક ગુલિયા - મહિલા 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ
30: ઈશા સિંઘ- મહિલા 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): સિલ્વર
31: મહિલા ટીમ ઈવેન્ટ (સ્ક્વોશ): બ્રોન્ઝ
32: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): સિલ્વર
33: કિરણ બાલિયાન (શોટ પુટ): બ્રોન્ઝ
34: સરબજોત સિંઘ અને દિવ્યા ટીએસ - 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
35. રોહન બોપન્ના અને રૂતુજા ભોસલે, મિશ્ર ડબલ્સ (ટેનિસ): ગોલ્ડ
36. મેન્સ ટીમ (સ્ક્વોશ): ગોલ્ડ
37. કાર્તિક કુમાર મેન્સ 10 હજાર મીટર (એથ્લેટિક્સ): સિલ્વર
38. ગુલવીર સિંહ- પુરુષોની 10 હજાર મીટર (એથ્લેટિક્સ): બ્રોન્ઝ
39. અદિતિ અશોક (ગોલ્ફ): સિલ્વર
40. રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને પ્રીતિ રજક – મહિલા ટીમ ઈવેન્ટ ટ્રેપ (શૂટીંગ): સિલ્વર
41. કયાન ચેનાઈ, પૃથ્વીરાજ ટોન્ડાઈમન અને જોરાવર સિંહ – મેન્સ ટીમ ઈવેન્ટ ટ્રેપ (શૂટિંગ): ગોલ્ડ
42. કયાન ચેનાઈ – મેન્સ ટ્રેપ (શૂટિંગ): બ્રોન્ઝ
43. નિખત ઝરીન- બોક્સિંગ: બ્રોન્ઝ
44. અવિનાશ સાબલે – સ્ટીપલચેઝ: ગોલ્ડ
45. તેજિન્દર પાલ તૂર- શૉટ પુટ: ગોલ્ડ
46. હરમિલન બેન્સ- 1500મી: સિલ્વર
47. અજય કુમાર- 1500 મીટર: સિલ્વર
48. જિનસન જ્હોન્સન- 1500મી: કાંસ્ય
49. મુરલી શ્રીશંકર- લાંબી કૂદ: સિલ્વર
50. નંદિની અગાસરા- લાંબી કૂદ: સિલ્વર
51. સીમા પુનિયા- ડિસ્કસ થ્રો: બ્રોન્ઝ
52. જ્યોતિ યારાજી- 100 મીટર હર્ડલ: સિલ્વર
53. મેન્સ ટીમ ઈવેન્ટ (બેડમિન્ટન): સિલ્વર
54. મહિલા 3000 મીટર રિલે ટીમ (રોલર સ્કેટિંગ): બ્રોન્ઝ
55. પુરુષોની 3000 મીટર રિલે ટીમ (રોલર સ્કેટિંગ): બ્રોન્ઝ
56. સુતીર્થ મુખર્જી અને અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ): બ્રોન્ઝ
57. પારુલ ચૌધરી (3000 મીટર સ્ટીપલચેઝ): સિલ્વર
58. પ્રીતિ (3000 મીટર સ્ટીપલચેઝ): બ્રોન્ઝ
59. અંસી સોજન (લોંગ જમ્પ): સિલ્વર
60. ભારતીય ટીમ (4*400 રિલે): સિલ્વર
61. અર્જુન સિંહ અને સુનિલ સિંહ (કેનોઇંગ ડબલ્સ): બ્રોન્ઝ
62. પ્રીતિ પવાર (54 કિગ્રા: બોક્સિંગ): બ્રોન્ઝ
63. વિથ્યા રામરાજ (400M, હર્ડલ્સ): બ્રોન્ઝ
64: પારુલ ચૌધરી (5000 મીટર): ગોલ્ડ
65. મોહમ્મદ અફસલ (800 મીટર): સિલ્વર
66. પ્રવીણ ચિત્રવેલ (ટ્રિપલ જમ્પ): બ્રોન્ઝ
67: તેજસ્વિન શંકર ડેકાથલોન: સિલ્વર
68: અન્નુ રાની (ભાલા ફેંક): ગોલ્ડ
69. નરેન્દ્ર (બોક્સિંગ: 92KG): કાંસ્ય
70: મંજુ રાની અને રામ બાબુ (35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટ): બ્રોન્ઝ
71: જ્યોતિ વેનમ ઓજસ દેવતલે (કમ્પાઉન્ડ તીરંદાજી: મિશ્ર ટીમ ઇવેન્ટ): ગોલ્ડ