Asian Games: ભારતના નામે 9મો ગૉલ્ડ, ટેનિસમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેએ જીત્યો ગૉલ્ડ મેડલ
અગાઉ ભારતીય બૉક્સર પ્રીતિ અને લવલીનાએ પોતપોતાની કેટેગરીમાં મેડલ પાક્કા કર્યા હતા. અગાઉ સરબજોત અને દિવ્યાએ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ભારત માટે આજનો દિવસ ખાસ રહ્યો છે, આજે ભારતના હિસ્સે વધુ એક ગૉલ્ડ આવ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે આજે પોતાનો 9મો ગૉલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સના સાતમા દિવસે રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ મિક્સ્ડ ડબલ્સ ટેનિસમાં ભારત માટે ગૉલ્ડ મેડલ જીત્યો છે. બંનેએ શરૂઆતી સેટ ગુમાવ્યા બાદ જબરદસ્ત વાપસી કરી હતી. ભારતે 2002 એશિયન ગેમ્સ બાદ દર વખતે ટેનિસમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે. રોહન બોપન્ના બે વખતનો એશિયન ચેમ્પિયન છે.
પ્રીતિ અને લવલીનાએ જીત્યું મેડલ
અગાઉ ભારતીય બૉક્સર પ્રીતિ અને લવલીનાએ પોતપોતાની કેટેગરીમાં મેડલ પાક્કા કર્યા હતા. અગાઉ સરબજોત અને દિવ્યાએ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ શૂટિંગ ઈવેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું પરંતુ આખરે શનિવારે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા માટે ચીનના બોવેન ઝાંગ અને ચીનના રેનક્સિન જિયાંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ આજે
અગાઉ માનવ ઠક્કર અને માનુષ શાહની ભારતીય જોડી ટેબલ ટેનિસમાં હારી ગઈ હતી. કૉરિયન જોડીએ તેઓને 3-2થી હાર આપી હતી. આજે, ભારતીય બાસ્કેટબૉલમાં પુરૂષ અને મહિલા ટીમો પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાનાર છે. બેડમિન્ટનમાં પણ આજે ભારતની સેમી ફાઈનલ મેચો યોજાવાની છે. તેવી જ રીતે આજે સ્વિમિંગ અને ઘોડેસવારીમાં પણ મેચો છે. મેન્સ હોકી ટીમની સાંજે પાકિસ્તાન સામે મેચ છે.
આજે બીજી મેડલ આવવાની પણ આશા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં કુલ 35 મેડલ જીતી ચૂકી છે. જેમાંથી 9 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ અને 13 બ્રૉન્ઝ મેડલ ભારતના ખાતામાં ગયા છે. આજે એશિયન ગેમ્સના સાતમા દિવસે પણ ભારતને વધુ મેડલ મળવાની આશા છે.
એથ્લેટિક્સમાં અજય કુમાર સરોજ ફાઇનલમાં પહોંચી ગયા છે, એ જ રીતે જિનસન જોન્સન પણ ફાઇનલમાં પહોંચી ગયા છે.
ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ
રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ મિક્સ્ડ ડબલ્સ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ શરૂઆતી સેટ 2-6થી ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. તેઓએ સુપર ટાઇ-બ્રેક 10-4થી જીત્યો. આ રમતમાં ગોલ્ડ મેડલ જીતવાનો ભારતનો સિલસિલો 2002 એશિયન ગેમ્સથી ચાલુ છે. રોહન બોપન્ના હવે બે વખત એશિયન ગેમ્સ ચેમ્પિયન છે! તેણે 2018માં દિવિજ શરણ સાથે મેન્સ ડબલ્સ જીતી હતી અને હવે રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારત પાસે કેટલા મેડલ છે?
સોનું: 9
ચાંદી: 13
કાંસ્ય: 13
કુલ: 35