Asian Para Games: એશિયન પેરા ગેમ્સમાં પાંચમા દિવસે ભારતની શાનદાર શરૂઆત, શીતલ દેવીએ આર્ચરીમાં જીત્યો ગોલ્ડ
Asian Para Games: શીતલ દેવીએ આર્ચરીમાં વિમેન્સ કમ્પાઉન્ડ ઓપન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Asian Para Games: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન પેરા ગેમ્સમાં પાંચમા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. શીતલ દેવીએ આર્ચરીમાં વિમેન્સ કમ્પાઉન્ડ ઓપન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Sheetal Devi Wins First 🥇 of the Day for 🇮🇳
— SAI Media (@Media_SAI) October 27, 2023
🏹 The Phenomenal Archer delivers a scintillating performance, clinching the coveted GOLD in Women's Individual Compound Open event, defeating Alim Nur Syahidah from Singapore in a breathtaking match!
🥇 Sheetal's victory fills our… pic.twitter.com/dehBoXvbSZ
શીતલ દેવીએ વિમેન્સ કમ્પાઉન્ડ ઓપન ઇવેન્ટમાં સિંગાપોરની અલીમ નૂર સ્યાહિદાહને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એશિયન પેરા ગેમ્સમાં શીતલનો બીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ તેણે આર્ચરીમાં મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અગાઉ ગઇકાલે રાકેશ કુમાર અને શીતલ દેવીએ તીરંદાજીની કમ્પાઉન્ડ ઓપન મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ ચીનની લિન અને આઈની જોડીને 151-149થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.. શૂટિંગ ઈવેન્ટમાં પણ અભિનવે બ્રોન્ઝ મેડલ અને ગૌતમીએ સિલ્વર મેડલ જીત્યો છે.
🌟 India Triumphs with Double Podium Glory in Men's Javelin Throw F-54 at the #AsianParaGames2022! 🥈🥉
— SAI Media (@Media_SAI) October 27, 2023
🥈 Pradeep Kumar adds a stunning silver to India's tally in the Men's Javelin Throw F-54 event with an impressive throw of 25.94 meters, and 🥉 Abhishek Chamoli secures the… pic.twitter.com/YVKQVzehcw
તે સિવાય આજે પુરુષોની ભાલા ફેંક એફ-54 ઇવેન્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદીપ કુમારે આ ઇવેન્ટમાં 25.94 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ તો અભિષેક ચમોલીએ 25.04 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે 26 ઓક્ટોબર 2023ની સવારે હોંગઝોઉમાં ઈતિહાસ રચ્યો હતો. હોંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે ભારતની મેડલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જેમાં 17 ગોલ્ડ, 21 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારતે અગાઉની તમામ એશિયન પેરા ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા. ગુરુવારે 26 ઓક્ટોબરના રોજ, શોટ પુટર સચિન ખિલારીએ દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. 34 વર્ષીય સચિન ખિલારીએ 2018માં ચીનના વેઈ એનલોંગ દ્વારા ગોલ્ડ મેડલની મેચમાં 15.67 મીટરના ગેમ્સ રેકોર્ડને પણ તોડ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સચિન પછી ચીનનો એથ્લેટ બીજા ક્રમે રહ્યો હતો. આ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય એથ્લેટ રોહિત કુમાર ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે 14.56 મીટર થ્રો કર્યો હતો.