પાકિસ્તાનનો આ ખેલાડી સેમી ફાઈનલ પહેલાં બે દિવસ સુધી ICUમાં હતો ભરતી, હોસ્પિટલથી સીધો રમવા ઉતર્યો ને..........
મોહમ્મદ રિઝવાનને બે દિવસથી તાવ આવ્યો હતો અને સેમિ ફાઇનલ મેચ પહેલા તે વધુ ગંભીર થઇ ગયો હતો, આ કારણે તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો,
નવી દિલ્હીઃ પાકિસ્તાનનુ બીજીવાર ટી20 વર્લ્ડકપ જીતવાનુ સપનુ રોળાઇ ગયુ છે. તેને સેમિ ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિાયની ટીમે હાર આપી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયુ હતુ. જોકે આ મેચ બહુજ રસપ્રદ રહી. પાકિસ્તાન ટીમે આખી ટૂર્નામેન્ટમાં પુરેપુરો દબદબાથી આક્રમક ક્રિકેટ રમી અને અજેય રહી હતી. આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં એક ખેલાડી એવો પણ રહ્યો જેને બધાનુ દિલ જીતી લીધુ, કેમ કે આ ખેલાડી સેમિ ફાઇનલ મેચની ઠીક પહેલા હૉસ્પીટલના બેડ પરથી સીધો મેદાન પર આવ્યો હતો, અને ટીમ માટે કમાલની રમત બતાવી હતી.આ છે મોહમ્મદ રિઝવાન.
મોહમ્મદ રિઝવાનને બે દિવસથી તાવ આવ્યો હતો અને સેમિ ફાઇનલ મેચ પહેલા તે વધુ ગંભીર થઇ ગયો હતો, આ કારણે તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, મોહમ્મદ રિઝવાનને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. એટલુ જ નહીં તે ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ ન હતો લઇ શક્યો પરંતુ દેશ માટે ટીમ માટે તે સીધો મેદાન પર જ ઉતર્યો હતો.
મોહમ્મદ રિઝવાને ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઇનલમાં જબરદસ્ત પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા. ટીમને શાનદાર શરૂઆત અપાવતા રિઝવાને 52 બૉલમાં 67 રનની ઉપયોગી ઇનિંગ રમી, અને ટીમને એક સન્માનજનક સ્કૉર સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજીવી હતી.
Mohammad Rizwan spent 2 nights in ICU 😳😳pic.twitter.com/6kaNl0Bmrn
— Thakur (@hassam_sajjad) November 11, 2021
ખાસ વાત છે કે, સેમિ ફાઇનલ મેચ પહેલા મોહમ્મદ રિઝવાનની એક તસવીર વાયરલ થઇ હતી, જેમાં તે હૉસ્પીટલના બેડ પર અને આઇસીયુમાં દેખાઇ રહ્યો હતો. પાકિસ્તાનની બેટિંગ કૉચ મેથ્યૂ હેડને ખુદ સેમિ ફાઇનલ દરમિયાન આ ખુલાસો કર્યો હતો કે મોહમ્મદ રિઝવાન મેચમાં 24 કલાક પહેલા ફેફસામાં ઇન્ફેક્શન થવાના કારણે આઇસીયુમાં ભરતી હતો. પરંતુ અંતે તે સેમિ ફાઇનલ રમવા મેદાનમાં ઉતર્યો હતો. મોહમ્મદ રિઝવાને ધારદાર ફિફ્ટી ફટકારી હતી.