શોધખોળ કરો
Advertisement
Ashes 2019: ઑસ્ટ્રેલિયાએ એશિઝ સીરીઝ માટે ટીમની કરી જાહેરાત, સ્મિથ-વોર્નરની વાપસી
એક વર્ષના પ્રતિબંધ બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નરની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જ્યારે વિકેટકિપર-બેટ્સમેન મેથ્યૂ વેડ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ 1 ઓગસ્ટથી પોતાના કટ્ટર હરિફ ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી પ્રતિષ્ઠિત એશિઝ સીરીઝ માટે 17 સભ્યની ટીમની જાહેરાત કરી દીધી છે. ફાસ્ટ બોલર માઇકલ નેસેરને પહેલીવાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વિકેટકિપર-બેટ્સમેન મેથ્યૂ વેડ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
એક વર્ષના પ્રતિબંધ બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નરની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જો મેથ્યૂ વેડ રમશે તો ઓક્ટોબર 2017 બાદ કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે તેમની આ પ્રથમ મેચ હશે. તે સપ્ટેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો.
આગામી સીરીઝ માટે ટીમ પેન જ કેપ્ટન રહેશે. જ્યારે સલામી બેટ્સમેન માર્કસ હેરિસનું પણ ટીમમાં સ્થાન સલામત છે. શૉન માર્શને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમનો ભાઈ ઑલરાઉન્ડર મિશેલ માર્શ આગામી સીરીઝમાં નજર આવશે.
ટેસ્ટમાં આ ટીમ ફક્ત 38 રનમાં ઓલઆઉટ, એક બેટ્સમેન જ બે આંકડે પહોંચ્યો
ઓસ્ટ્રેલિયાની ટીમ: ટિમ પેન(કેપ્ટન), કેમરન બેનક્રોફ્ટ, પેટ કમિન્સ, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મારનસ લાબુસ્ચગ્ને, નાથન લાયન, મિશેલ માર્શ. માઇકલ નેસેર. જેમ્સ પેન્ટિસન, પીટર સિડલ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ અને ડેવિડ વોર્નર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement