માત્ર 3 દિવસની અંદર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયા એશીઝ પર કબજો કર્યો, ઇંગ્લિશ ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ
આ શાનદાર જીત સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે એશિઝ સિરિઝ પર 3-0થી કબ્જો જમાવ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલાની બે ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા જીતી ચુકયુ હતુ
Australia Beat England: ઓસ્ટ્રેલિયા (Australia)એ એશીઝ (Ashes) ની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ (England) ને ઇનિંગ અને 14 રનોથી હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયાએ આની સાથે જ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં 3-0થી અજેય બઢત મેળવી લીધી છે. મેલબોર્ન (Melbourne)માં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમ ત્રણ દિવસમાં જ ઓસ્ટ્રેલિયાની સામે ઘૂંટણી પડી ગઇ હતી. ઇંગ્લિશ ટીમની બીજી ઇનિંગ માત્ર 68 રનોમાં સમેટાઇ ગઇ હતી. કેપ્ટન જૉ રૂટ (Joe Root) અને બેન સ્ટૉક્સ (Ben Stokes) જ ડબલના આંકડા સુધી પહોંચી શક્યા. રૂટે સૌથી વધુ 28 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કૉટ બોલેન્ડએ 7 રનમાં 6 અને સ્ટાર્કે 3 વિકેટ પોતાના નામે કરી હતી.
આ શાનદાર જીત સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે એશિઝ સિરિઝ પર 3-0થી કબ્જો જમાવ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલાની બે ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા જીતી ચુકયુ હતુ. ત્રીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનો શરમજનક દેખાવ યથાવત રહ્યો હતો.બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 68 રન પર તંબુભેગી થઈ જતા ઓસ્ટ્રેલિયાએ 1 ઈનિંગ અને 14 રનથી વિજય મેળવ્યો હતો.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 185 રન પર ઈંગ્લેન્ડને ઓલ આઉટ કરી દીધુ હતુ.ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 267 રન કર્યા હતા.આમ ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ મળી હતી.બીજી ઈનિંગમાં જોકે ઈંગ્લેન્ડના બેટસમેનોનુ કંગાળ ફોર્મ યથાવત રહ્યુ હતુ.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 34મી વખત એશિઝ સિરિઝ જીતી છે.ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ પહેલા સ્થાને છે.
આ પણ વાંચો........
Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના
Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો
NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો
UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી