શોધખોળ કરો
Advertisement
રોહિત શર્મા અને ઇશાંત શર્મા પર આવ્યુ મોટુ અપડેટ, ઓસ્ટ્રેલિયામાં હવે બાકીની મેચો રમી શકશે કે નહીં? જાણો વિગતે
રોહિત અને ઇશાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સાથે રવાના ન હતા થયા અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં ભાગ લેવા માટે ક્વૉરન્ટાઇનના કડક નિયમો રોહિત અને ઇશાંત માટે પરેશાની બની ગયા છે
નવી દિલ્હીઃ ભારતીય ઓપરન રોહિત શર્મા અને ફાસ્ટ બૉલર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પહેલી બે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ચૂક્યા છે. હવે ઓસ્ટ્રેલિયા સામે રમવાને લઇને બન્ને ખેલાડીઓ વિશે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ્સ પ્રમાણે હવે રોહિત શર્મા અને ઇશાંત શર્મા આખી ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ શકે છે, કેમકે આ બન્ને ખેલાડીઓને મેચ માટે ફિટ થવામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.
રોહિત અને ઇશાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સાથે રવાના ન હતા થયા અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં ભાગ લેવા માટે ક્વૉરન્ટાઇનના કડક નિયમો રોહિત અને ઇશાંત માટે પરેશાની બની ગયા છે
17 ડિસેમ્બરે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમની પહેલી ટેસ્ટ રમાવવાની છે. બીસીસીઆઇના સુત્રોએ કહ્યું- એનસીએએ એક રિપોર્ટ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે રોહિત અને ઇશાંત બન્નેને મેચ માટે ફિટ થવા માટે ત્રણ થી ચાર અઠવાડિયાનો સમય લાગશે.
રોહિતે તાજેતરમાં જ કહ્યું હતુ કે તેની હેમસ્ટ્રિંગ ઇજા હવે ઠીક છે, અને તે મેચ ફિટ થવા માટે ફક્ત પોતાની સ્ટ્રેન્થ તથા કન્ડિશનિંગ ટ્રેનિંગ પર ધ્યાન આપી રહ્યો છે. ઇશાંત શર્મા સાઇડ સ્ટ્રેનથી સાજો થઇ રહ્યો છે.
સુત્રો અનુસાર જો બન્ને ખેલાડીઓ બિઝનેસ ક્લાસમાં ફ્લાઇટમાં યાત્ર કરશે તો તેમનો ક્વૉરન્ટાઇન પીરિયડ 14 દિવસો રહેશે, જેમાં તેમને ટ્રેનિંગની અનુમતી નહીં મળે. આ કારણે તેમને ઓસ્ટ્રેલિયા સામે રમવુ મુશ્કેલ બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion