શોધખોળ કરો
Advertisement
ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે કરી કરિયરની સૌથી ધીમી શરૂઆત, એક રન બનાવવા માટે કેટલા બોલ બગાડ્યા? જાણો
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે ન્યૂઝીલેન્ડ સામે ગુરુવારે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી શરૂઆત કરી હતી.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે ન્યૂઝીલેન્ડ સામે ગુરુવારે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી શરૂઆત કરી હતી. સિડનીમાં સ્મિથે ખાતું ખોલવા 39 બોલ લીધા હતા. તેમજ 46 મિનિટ સુધી ક્રિઝ પર સમય વિતાવો પડ્યો હતો. આ પહેલા તેણે 2014માં ભારત સામે મેલબોર્ન ખાતે ખાતું ખોલવા 18 બોલ લીધા હતા.
સ્ટીવ સ્મિથે 40મી ઓવરના બીજા બોલે સિંગલ લઈને ખાતું ખોલ્યું હતું. સિડની ખાતેના દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડી હતી. આ જોઈને સ્મિથ હસવા લાગ્યો હતો અને તેણે બેટ ઊંચું કરીને આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 283 રન કર્યા છે. દિવસના અંતે માર્નસ લબુશાને 130 અને મેથ્યુ વેડ 22 રને અણનમ છે. લબુશાનેએ કરિયરની ચોથી સદી મારી છે. તેણે સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 156 રનની પાર્ટનરશીપ કરી હતી. સ્મિથે 143 બોલમાં ફિફટી પૂરી કરી હતી. તેણે 182 બોલમાં 63 રન કર્યા અને કરિયરની 29મી ફિફટી મારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement