શોધખોળ કરો
Advertisement
વૉર્નર-સ્મિથની વાપસી સાથે ઓસ્ટ્રેલિયાએ કરી વર્લ્ડકપ ટીમની જાહેરાત, જાણો કોને મળી જગ્યા ને કોન થયુ બહાર
5 વખત આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી પર કબજો કરનારી ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર ટ્રૉફીને પોતાની પાસે જાળવી રાખવા પડકાર છે. ટીમમાં સ્ટીવ સ્મિથ પણ સામેલ થઇ ગયો છે
સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ધૂરંધર ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને વૉર્નરની વાપસી થઇ ચૂકી છે. ટીમની કેપ્ટનશીપ એરોન ફિન્ચને સોંપવામાં આવ્યુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 30 મેથી શરૂ થઇ રહેલી વર્લ્ડકપ ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
ટીમમાં દિગ્ગજ ખેલાડી વૉર્નરની વાપસી થઇ છે, જ્યારે અન્ય દિગ્ગજ જોશ હેઝલવુડ અને પીટર હેન્ડસ્કૉમ્બને બહાર કરી દેવાયા છે. મિશેલ સ્ટાર્કને ટીમમાં જગ્યા મળી છે.
5 વખત આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી પર કબજો કરનારી ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર ટ્રૉફીને પોતાની પાસે જાળવી રાખવા પડકાર છે. ટીમમાં સ્ટીવ સ્મિથ પણ સામેલ થઇ ગયો છે.
વર્લ્ડકપ 2019 માટે ઓસ્ટ્રેલિયન ટીમ...
એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરનડૉફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કૂલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાઝા, નાથન લિયોન, શૉન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડ્સન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ ટૉઇનિસ, ડેવિડ વૉર્નર અને એડમ જામ્પા.
Here's the Aussie squad out to defend their World Cup title! More HERE: https://t.co/hDu02GtIWF #CWC19 pic.twitter.com/iRzjLWNGeZ
— cricket.com.au (@cricketcomau) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement