શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, મહત્વની મેચો પહેલા આ સ્ટાર ખેલાડીને ખભે ફેક્ચર થતાં વર્લ્ડકપમાંથી થયો બહાર
ઓસ્ટ્રેલિયાને પોતાની લીગ મેચ મેન્ચેસ્ટરમાં 6 જુલાઇએ સાઉથ આફ્રિકા સામે રમવાની છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેન શોન માર્શ આઇસીસી વર્લ્ડકપમાથી બહાર થઇ ગયો છે. માર્શની ખભાનુ હાડકુ તુટી ગયુ છે, હવે તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન પીટર હેન્ડસ્કૉમ્બને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આઇસીસીની ટેકનિકલી સમિતિને હેન્ડસ્કૉમ્બને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. માર્શને ગુરુવાર પ્રેક્ટિસ સેશન દરમિયાન ખભાના ભાગે ઇજા થઇ હતી. ઓલ્ડ ટ્રેફર્ડમાં થયેલી આ ઇજા બાદ હવે માર્શને ખભાની સર્જરી કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. મહત્વની મેચો પહેલા આ ઝટકો ઓસ્ટ્રેલિયા માટે મોટો કહી શકાય તેમે છે. ઉપરાંત પ્રેક્ટિસ દરમિયાન ગ્લેન મેક્સવેલને પણ ઇજા પહોંચી હતી જોકે તે હવે ઠીક છે.
ઓસ્ટ્રેલિયાને પોતાની લીગ મેચ મેન્ચેસ્ટરમાં 6 જુલાઇએ સાઉથ આફ્રિકા સામે રમવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement