ઢાકાઃ બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના કેપ્ટન મશરફ બિન મોર્તઝાએ સામાન્ય ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તે અવામી લીગની ટિકિટ પર નરૈલ 2 બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેણે પોતાના હરિફને 2 લાખ 66 હજારથી વધુના મતથી હાર આપી હતી. મોર્તઝાને 274,418 મત મળ્યા હતા. જ્યારે બીજા નંબર પર રહેલા ઉમેદવાર જતિયા ઓક્યાને ફક્ત 8006 મત મળ્યા હતા.
2/4
3/4
આ અગાઉ મોર્તઝાએ કહ્યું હતું કે, ઓડીઆઇ સીરિઝ પર ચૂંટણી કેમ્પેઇનને કારણે કોઇ નકારાત્મક અસર નહી પડે. રાજનીતિ સાથે જોડવાને લઇને તેણે કહ્યું હતું કે, ક્રિકેટ કરિયર બાદ તે બાંગ્લાદેશના લોકોની સેવા કરવાની સારો અવસર જોઇ રહ્યા છે.
4/4
બાંગ્લાદેશની વન-ડે ટીમના કેપ્ટને લગભગ 90 ટકા મત પોતાના નામે કર્યા હતા. ચૂંટણી જીત્યા બાદ મોર્તઝા સાંસદ બનનાર બાંગ્લાદેશનો બીજો ક્રિકેટ કેપ્ટન બની ગયો છે. આ અગાઉ પૂર્વ ક્રિકેટ કેપ્ટન નૈમુર રહમાન દુર્ઝાય પણ સાંસદ રહી ચૂક્યો છે. જોકે, મોર્તઝા ક્રિકેટ રમતા સમયે ચૂંટણી જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો.