શોધખોળ કરો
BCCI એ આપ્યા સંકેત, આ દેશમાં IPL નું આયોજન થવાનું નક્કી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી 7થી 10 દિવસમાં આઈપીએલના આયોજન પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ રદ્દ થવાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનો રસ્તો સાફ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી 7થી 10 દિવસમાં આઈપીએલના આયોજન પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એ પ્રકારની અટકળો ચાલી રહી છે કે આઈપીએલનું આયોજન આ વર્ષે સપ્ટેમ્બરથી અંતિમ સપ્તાહથી લઈને નવેમ્બરના પ્રથમ સપ્તાહ વચ્ચે યોજાઈ શકે છે. આ સાથે જ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ યૂએઈમાં આયોજનની સંભાવનાઓ વધી ગઈ છે. કોવિડ-19ના કારણે આઈપીએલને પોતાને નક્કી કરેલા સમય પર નથી રમાઈ શકી. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બૃજેશ પટેલે કહ્યું, ટઆઈપીએલ જીસી એક સપ્તાહ અથવા 10 દિવસની અંદર બેઠક કરી પોતાનો નિર્ણય લેશે. અત્યાર સુધીની યોજના એજ છે કે 60 મેચનું પૂર્ણ આઈપીએલ આયોજન થાય. એ વાતની સંભાવના વધુ ચે કે તેનું આયોજન યૂએઈમાં થશે.' પટેલનું માનવું છે કે આઈપીએલનું આયોજન મેદાન ઉપર દર્શકો વગર થશે એટલે દેશ અથવા વિદેશમાં આયોજનથી કોઈ ફર્ક નથી પડતો. આઈસીસીની જાહેરાત પહેલા જ આઈપીએલ સાથે જોડાયેલી ફ્રેન્ચાઈઝિઓએ પોતાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દિધુ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છેલ્લા ચાર મહિનાથી મેદાન પર પ્રેક્ટિસ નથી કરી, એટલે ટીમોને પોતાના ખેલાડીઓની તૈયારીઓ માટે ઓછામાં ઓછા એક મહીના જેટલો સમય જોઈશે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિદેશી ખેલાડીઓ સીધા યૂએઈમાં પહોંચશે. એક ટીમ માલિકે કહ્યું, અમારા ખેલાડીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સપ્તાહ સુધી પ્રેક્ટિસની જરૂર રહેશે. બીસીસીઆઈની તારીખોની જાહેરાત બાદ અમે પોતાની તમામ યોજનાઓને અંતિમ રૂપ આપશું. એવું લાગી રહ્યું છે કે આઈપીએલ યૂએઈમાં થશે અને અમે તેના માટે તૈયાર છીએ.
વધુ વાંચો





















