IPL-14ની અધુરી મેચોમાં જે વિદેશી ખેલાડીઓ રમવા નહીં આવે તેને સજા આપવા BCCIએ શું બનાવ્યો પ્લાન, કઇ રીતે કરશે નુકશાન
અત્યાર સુધી જે જાણકારી સામે આવી છે, તે પ્રમાણે પેટ કમિન્સ, ટ્રેન્ટ બૉલ્ટ, કેન વિલિયમસને આઇપીએલની બાકી મેચોમાં ના રમવાનો ફેંસલો કર્યો છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધુ છે કે તે આઇપીએલ સિઝન 14ના બીજા ભાગમાં પોતાના ખેલાડીઓને રમવાની અનુમતિ નહીં આપે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનો બીજો ભાગ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં રમાવવાનો છે. 14મી સિઝનમાં 31 મેચોનુ આયોજન થવાનુ બાકી છે, પરંતુ એવા રિપોર્ટ છે કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના કેટલાય મોટા ખેલાડીઓ બાકી બચેલી 31 મેચોમાંથી બહાર રહેશે. આવામાં ખેલાડીઓની વિરુદ્ધ બીસીસીઆઇ મોટી એક્શન લેવાની તૈયારી કરી લીધી છે. બીસીસીઆઇ ફ્રેન્ચાઇઝીને બાકી મેચો ના રમનારા ખેલાડીઓની સેલેરી કાપવાનો અધિકાર આપશે.
અત્યાર સુધી જે જાણકારી સામે આવી છે, તે પ્રમાણે પેટ કમિન્સ, ટ્રેન્ટ બૉલ્ટ, કેન વિલિયમસને આઇપીએલની બાકી મેચોમાં ના રમવાનો ફેંસલો કર્યો છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધુ છે કે તે આઇપીએલ સિઝન 14ના બીજા ભાગમાં પોતાના ખેલાડીઓને રમવાની અનુમતિ નહીં આપે.
ઇનસાઇડ રિપોર્ટ્સના અહેવાલ પ્રમાણે, બીસીસીઆઇએ જાણકારી આપી છે કે જે વિદેશી ખેલાડીઓ આઇપીએલ 14ની બાકી બચેલી મેચો નહીં રમે તેમને પ્રૉ-રાટાના આધાર પર પૈસા આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝી ખેલાડીઓને 3 કે 4 હપ્તામાં વર્ષિક કૉન્ટ્રાક્ટની સેલેરી આપે છે. પરંતુ હવે જે ખેલાડી જેટલી મેચોમાંથી બહાર રહેશે તે હિસાબે તેમના પૈસામાં કપાત થઇ જશે.
કમિન્સને ભોગવવુ પડશે ભારે નુકશાન
ઉદાહરણ તરીકે પેટ કમિન્સને લઇએ તો તેને કોલકત્તા નાઇટરાઇડર્સે 2020ની હરાજીમાં 15.5 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમથી ખરીદ્યો હતો. આ સિઝનમાં કમિન્સે 7 મેચો રમી છે. હવે જો કમિન્સ સિઝન 14ની બાકીની મેચો નથી રમતો, તો તેને લગભગ 8 કરોડ રૂપિયાનુ નુકશાન ભોગવવુ પડી શકે છે.
બીસીસીઆઇ માટે જોકે આ મોટા ફેંસલા છતા મુશ્કેલીઓ આસાન નથી રહેવાની. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 વિદેશી ખેલાડીઓ એવા છે જે આઇપીએલ 14ની બીજા ભાગમાંથી બહાર રહેવાથી ટીમો પર ખરાબ અસર પડી શકે છે. જોકે, આ લિસ્ટમાં કેટલાય મોટા નામ પણ સામેલ છે એટલે લીગનો રોમાંચ પણ ઓછો થવાની આશંકા છે.