એક અખબારમાં છપાયેલા રિપોર્ટ્સ અનુસાર, ડિનર પર ક્રિકેટર્સની સાથે ચીયરલીડર્સની હાજરી એસીયુના ગળે ના ઉતરી અને તેમને દિલ્હીની ટીમના મેનેજમેન્ટને ચેતાવણી આપી દીધી. રિપોર્ટ અનુસાર, એસીયુ આ ઘટનાની ચર્ચા 2018ની સિઝન પુરી થયા પછી બીસીસીઆઇને આપવામાં આવતા રિપોર્ટમાં પણ કરશે.
2/5
શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે દિલ્લીના છેલ્લા મુકાબલા પહેલા ગુરૂગ્રામમાં દિલ્લીની ટીમ માટે એક ડિનર પાર્ટીનું ઓયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દિલ્લીની ટીમ સાથે ચીયર લીડર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
3/5
સ્પૉટ ફિંગ્સીંગની ઘટના પહેલા ચીયર લીડર્સ આઇપીએલમાં મેચ પછી થનારી પાર્ટીઓમાં ભાગ લેતી હતી, પણ હવે ક્રિકેટરોની ટીમ ઓફિશિયલ્સ ઉપરાંત કોઇના પણ સંપર્કમાં આવવાની પરમીશન નથી આપવામાં આવતી.
4/5
એન્ટી ભ્રષ્ટાચાર યુનિટના અધિકારીઓએ ફ્રેન્ચાઇઝીને ચેતવણી આપી છે કે ક્રિકેટરોને ટીમ અને ઓફિશલ્ય સિવાયના કોઈપણ બાહરના વ્યક્તિ બચાવી શકાય. માહિતી અન્સાર જાણવા મળ્યું હતું કે એસીયુએ સત્તાવાર રીતે BCCI સમક્ષ ફરિયાદ દાખલ કરી નથી પરંતુ IPLની પ્રતિક્રિયાના અહેવાલમાં આને દાખલ કરવામાં આવશે.
5/5
નવી દિલ્લી: ફરી એક વખત આઈપીએલ ચીયર લીડર્સના કારણે ચર્ચામાં આવ્યું છે. મેદાન પર બાઉન્ડ્રી લાઈન પર રંગીન કપડામાં ફોર અને સિક્સર પર દર્શકોને મનોરંજન પુરૂ પાડતી ચીયર લીડર્સના કારણે દિલ્લી ડેરડેવિલ્સની ટીમને BCCI એન્ટી ભ્રષ્ટાચાર યુનિટ એસીયુ તરફથી ચેતાવણી આપવામાં આવી છે. BCCI એ એક પાર્ટીમાં ચેરલિયર્સને બોલાવવા માટે IPL ટીમ દિલ્હી ડેરડેવિલ્સને ચેતવણી આપી છે.