ભારતીય ટીમના ફાસ્ટ બૉલર ઇશાંત શર્માએ 86 ટેસ્ટ મેચની 153 ઇનિંગોમાં 253 વિકેટ ઝડપી છે. 80 વનડે મેચોમાં તેના નામે 115 વિકેટ છે.
2/5
સચિને ટ્વીટ કરીને લખ્યું છે- 'ઝાડ પરથી નારિયેળ કાઢતા-કાઢતા લંબુ બની ગયો. કેટલો ફિટ લાગે છે, વર્લ્ડ કોકોનેટ ડેના દિવસે તમારો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે.... તમારો દિવસ સારો રહે.' સાથે ઇશાંત શર્મા સાથે બેટિંગ કરતી પોતાની તસવીર પણ શેર કરી હતી.
3/5
છ ફૂટ ચાર ઇંચના આ ફાસ્ટ બૉલરનો જન્મ દિલ્હીમાં થયો હતો. હાલમાં ઇશાંતની ગણતરી દુનિયાના સારા બૉલરોમાં થાય છે.
4/5
ઇશાંત શર્મા ઇંગ્લેન્ડની વિરુદ્ધ સાઉથમ્પ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જે રૂટને એલબીડબલ્યૂ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પુરી કરી. આની સાથે જ તે ભારતનો એવો ત્રીજો બૉલર બની ગયો જેને ટેસ્ટમાં 250 વિકેટ મેળવી હોય. આ પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ કારનામું કરી ચૂક્યા છે.
5/5
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથમ્પ્ટન ટેસ્ટ રમી રહેલા ઇશાંત શર્મા આજે (2 સપ્ટેમ્બર) 30 વર્ષનો થઇ ગયો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે આ ફાસ્ટ બૉલરને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સચિને મજાકિયા અંદાજમાં ઇશાંતને બર્થડેને આજે મનાવતા 'વર્લ્ડ કોકોનેટ ડે' સાથે જોડી દીધો હતો.