શોધખોળ કરો
Advertisement
એશિઝ સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડના આ ખેલાડીથી ફફડી ગયું, ગણાવી દીધો ખતરનાક ક્રિકેટર, જાણો વિગત
વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની જીતનો નાયક રહેલા બેન સ્ટોક્સને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે મોટું નિવેદન આપ્યું છે. સ્ટોક્સ આગામી એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ખતરો બની શકે છે.
સિડનીઃ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડને પ્રથમ વખત વર્લ્ડકપ જીતાડવામાં બેન સ્ટોક્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટોક્સની રમતના કારણે ઈંગ્લેન્ડે પહેલા મેચ ટાઈ કરી અને બાદમાં સુપરઓવરમાં જઈ મેચ જીતી હતી. વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની જીતનો નાયક રહેલા બેન સ્ટોક્સને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે મોટું નિવેદન આપ્યું છે.
પોન્ટિંગે કહ્યું કે, સ્ટોક્સ આગામી એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ખતરો બની શકે છે. તેણે આટલેથી ન અટકતાં સ્ટોક્સની તુલના એન્ડ્રૂ ફ્લિન્ટોફ સાથે કરી હતી. બેન સ્ટોક્સે 2017માં બ્રિસ્ટોલમાં એક નાઇટ ક્લબમાં મારામારી કર્યા બાદ ઈંગ્લેન્ડે પ્રતિબંધ મુક્યો હતો.
જે બાદ તેની પાસેથી ટેસ્ટની વાઇસ કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી અને તેણે એશિઝ સીરિઝ પણ ગુમાવવી પડી હતી. પોન્ટિંગે કહ્યું, તે ઘણી પરિપકવતા સાથે રમી રહ્યો છે. તે બોલ અને બેટથી શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેના વર્તમાન ફોર્મને જોતાં ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો બની શકે છે. 2001 પછી ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડમાં એકપણ વખત એશિઝ સીરિઝ જીતી શક્યું નથી.
ધોધમાર વરસાદમાં જિમ બહાર છત્રી લઈને જોવા મળી જ્હાન્વી કપૂર, જુઓ તસવીરો
Tiktok વીડિયોના કારણે સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલ અલ્પીતા પોતાને ગણાવે છે ‘ક્વીન અન્ના’, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement