(Source: ECI/ABP News/ABP Majha)
ભારત નહીં પાકિસ્તાનની સાથે આ દેશની ટીમ રમશે ટી20 વર્લ્ડકપની ફાઇનલ, બેન સ્ટૉક્સે કરી ભવિષ્યવાણી
સ્ટૉક્સે આ ભવિષ્યવાણી પાકિસ્તાનની સતત ત્રીજી જીત બાદ કરી છે. શુક્રવારે દુબઇના મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 5 વિકેટે માત આપી હતી
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે ભવિષ્યવાણી કરતા બતાવ્યુ કે આ વર્ષે ટી20 વર્લ્ડકપમાં કઇ ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. તેનુ માનવુ છે કે, ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત નહીં રમે પરંતુ પાકિસ્તાન રમશે અને પાકિસ્તાનની સામે ઇંગ્લેન્ડની ટીમ ટકરાશે. એટલે કે ફાઇનલ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. સ્ટૉક્સે આ ભવિષ્યવાણી પાકિસ્તાનની સતત ત્રીજી જીત બાદ કરી છે. શુક્રવારે દુબઇના મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 5 વિકેટે માત આપી હતી
શાનદાર રમત રમી રહ્યું છે પાકિસ્તાન-
આઇસીસી ટી20 વર્લ્ડકપની પહેલી બે મેચોમાં પાકિસ્તાને ભારતીય ટીમને એકતરફથી મેચમાં 10 વિકેટ હરાવ્યુ હતુ, આ પછી ટીમે પોતાની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે માત આપી હતી. આની સાથે જ પાકિસ્તાન ટીમ ગૃપ 2ના પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગયુ છે, અને હવે તેને સેમિફાઇનલમાં જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. આ કારણે પાકિસ્તાને જ્યારે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ જીતી, તો બેન સ્ટૉક્સે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું કે - ઇંગ્લેન્ડ વર્સેસ પાકિસ્તાન ફાઇનલ?”
ઇંગ્લિશ ટીમ પણ ટૉપ પર -
બીજીબાજુ જો ગૃપ 1ની વાત કરીએ તો, ઇંગ્લિશ ટીમે અત્યાર સુધી પોતાની તમામ મેચો એકતરફી રીતે જીતી લીધી છે. ટી20 વર્લ્ડકપની પોતાની પહેલી મેચમાં ઇંગ્લિશ ટીમે બે વારની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને માત્ર 55 રનોમાં સમેટી દીધી હતી. આ પછી ઇયૉન મોર્ગનની આગેવાની વાળી આ ટીમે પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યુ હતુ, આવામાં કેટલાય દિગ્ગજોનુ માનવુ છે કે, આ વર્ષ ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ સૌથી મજબૂત દેખાઇ રહી છે. આ કારણે આ બન્ને ટીમોની ફાઇનલ રમવાની સંભાવના સૌથી વધુ છે. સ્ટૉક્સે આ ભવિષ્યવાણી પાકિસ્તાનની સતત ત્રીજી જીત બાદ કરી છે. શુક્રવારે દુબઇના મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 5 વિકેટે માત આપી હતી