Ben Stokes ODI :વર્લ્ડ કપ માટે બેન સ્ટોક્સ તોડશે સંન્યાસ, વને ડે ક્રિકેટમાં વાપસી, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઉતરશે મેદાનમાં
World Cup 2023 હવે શરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી છે. તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચને લઈને બંને ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને લઇને મહત્વના અપડેટ્સ આવ્યા છે. જણાવીએ શું છે સમગ્ર મામલો..
Ben Stokes ENG vs NZ: બેન સ્ટોક્સે ગત વર્ષે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. પરંતુ તમણે હવે ફરી આ જ ફોર્મેટમાં કમબેક કર્યું છે.
ઇંગ્લેન્ડ કે દિગ્ગજ ક્રિકેટર બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાં સંન્યાસના વાપસી કરી છે. સ્ટોક્સે ગયા વર્ષે જ વનડે ફોર્મેટથી સંન્યાસ લીધો હતો. પરંતુ હવે તે વાપસી માટે તૈયાર છે. ઇંગ્લેન્ડે સ્ટોક્સને ન્યુઝીલેન્ડની સામે રમનાર વન ડે સિરીઝ માટે ટીમમાં સ્થાન આપ્યું છે. સ્ટોક્સે છેલ્લી વનડે જુલાઈ 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ ફોર્મેટમાં 2924 રન બનાવવાની સાથે તેણે 74 વિકેટ પણ લીધી હતીય.
સ્ટોક્સ ગયા વર્ષે જુલાઈમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લગભગ એક વર્ષ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી રમશે. આ પછી વર્લ્ડ કપ 2023નું પણ આયોજન થવાનું છે. આ સંદર્ભમાં સ્ટોક્સની વાપસી ઈંગ્લેન્ડ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્ટોક્સ એક અનુભવી ખેલાડી છે અને તેનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
સ્ટોક્સે અત્યાર સુધી 105 વનડે રમી છે. તેણે આ ફોર્મેટમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારી છે. આ સાથે 2924 રન બનાવ્યા છે. સ્ટોક્સે 74 વિકેટ લીધી છે. વનડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. સ્ટોક્સે 97 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 6117 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 13 સદી અને 30 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. સ્ટોક્સે ટેસ્ટમાં 197 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 4 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (સી), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી , માર્ક વુડ, ક્રિસ વોક્સ
ઈંગ્લેન્ડની T20 ટીમ: જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરાન, બેન ડકેટ, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જોશ ટોંગ, જોન ટર્નર, લ્યુક વૂડન