શોધખોળ કરો
IPLનો અનોખો છગ્ગો, સિક્સ વાગતા જ બૉલર અને બેટ્સમેન બન્ને પીચ પર સુઇ ગયા, જુઓ વીડિયો
બન્યુ એવું કે, ચેન્નાઇની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજા (9 રન અણનમ)એ બૉલિંગ કરી રહેલા બેન સ્ટૉક્સના પહેલા બૉલે સિક્સ ફટકારી

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઇની ટીમે છેલ્લા બૉલે જીત મળવીને પૉઇન્ટ ટેબલમાં ટૉચનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. મેચ ભારે રોમાંચક તબક્કામાંથી પસાર થઇ, જેમાં એક ઘટના એવી ઘટી કે સૌથી અનોખી હતી. એક સિક્સે પીચ પર બેટ્સમેન અને બૉલર બન્નેને સુવડાવી દીધા હતા. બન્યુ એવું કે, ચેન્નાઇની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજા (9 રન અણનમ)એ બૉલિંગ કરી રહેલા બેન સ્ટૉક્સના પહેલા બૉલે સિક્સ ફટકારી.
આ સિક્સ એવી હતી કે ફટકારનાર જાડેજા પીચ પર જ પડી ગયો અને સામે છેડે બૉલર બેન સ્ટોક્સ પણ પીચ પર સુઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ મેચ ચેન્નાઇ છેલ્લા બૉલે જીતી લીધી હતી.
આ સિક્સ એવી હતી કે ફટકારનાર જાડેજા પીચ પર જ પડી ગયો અને સામે છેડે બૉલર બેન સ્ટોક્સ પણ પીચ પર સુઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ મેચ ચેન્નાઇ છેલ્લા બૉલે જીતી લીધી હતી. — Aditya Tiwari (@AdityaT88147304) April 11, 2019
વધુ વાંચો





















