રોહિત શર્માની સાથે પોતાના સંબંધ વિશે વાત કરતાં સોફિયા હયાતે દાવો કર્યો છે કે, જ્યારે બન્ને પહેલી વખત લંડનમાં એક ક્લબમાં મળ્યા હતા ત્યારે રોહિત શર્માએ તેને કિસ કરી લીધી હતી. સોફિયાએ ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું કે, રોહિત અને તેની વચ્ચે બ્રેકઅપ શા માટે થયું. તેણે કહ્યું, અમારા બન્નેની વચ્ચે બધુ સારું ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ રોહિતે મીડિયાની સામે એ કહીને મારો પરિચય કરાવ્યો કે હું તેની એક ફેન છું. તેની આ વાતથી મને દુઃખ થયું હતું અને ત્યાર બાદ અમારા બન્નેના સંબંધો તૂટી ગયા હતા. મેં તેની સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા. જોકે, રોહિત શર્મા તરફથી આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આવી નથી.
2/3
એક વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે દાવો કર્યો છે કે રોહિત શર્માની સાથે તે રિલેશનશિપમાં હતી. તેણે જણાવ્યું કે, રોહિત શર્મા તેના પર ફિાદ હતી અને બન્ને એક બીજાની ખૂબજ નજીક હતા. સોફિયાએ રોહિત શર્માની સાથે લિવઇન રિલેશનશિપમાં રહેવાની વાત પણ કહી છે. નોંધનીય છે કે, રોહિતે વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં જ તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. જેનું નામ સમાયરા રાખ્યું છે.
3/3
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને લઈને બોલિવૂડની સોફિયા હયાતે મોટો ખુલાસો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર સોફિયા હયાત પોતાના જીવન પર એક પુસ્તક લખી રહી ચે જેમાં તેણે રોહિત શર્માની સાથે પોતાના સંબંધને વિશે લખ્યું છે.