શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચે રોહિત અને વિરાટ વચ્ચેના વિવાદ પર શું કહ્યું? જાણો
ભરત અરૂણે ટીમના માહોલ પર કહ્યું ખૂબ જ શાનદાર છે તમામ નિર્ણય એક ટીમ તરીકે લેવામાં આવે છે. તેમણે કહ્યું ટીમમાં દરેકને પોતાની વાત કહેવાની તક મળે છે

નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019મા ટીમ ઈન્ડિયાની હાર બાદ એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યું. એવામાં હવે ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે સામે આવીને કહ્યું કે આ પ્રકારની અફવાઓ ખોટી છે અને બંને દિગ્ગજો વચ્ચે સંબંધો સારા છે. ભરત અરૂણે કહ્યું, રોહિત હંમેશા કોહલી પાસે ચર્ચા કરવા માટે જાય છે. તેઓ બંને એકબીજાને સારી રીતે મળે છે અને એકબીજાનું સમ્માન અને વખાણ કરે છે. કોહલી શાનદાર રીતે ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સમગ્ર ટીમનો માહોલ ખૂબ જ શાનદાર છે. ભરત અરૂણે ટીમના માહોલ પર કહ્યું ખૂબ જ શાનદાર છે તમામ નિર્ણય એક ટીમ તરીકે લેવામાં આવે છે. તેમણે કહ્યું ટીમમાં દરેકને પોતાની વાત કહેવાની તક મળે છે અને અંતિમ નિર્ણય તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવે છે.
વધુ વાંચો























