Mary Kom: છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે બોક્સિંગમાંથી લીધી નિવૃતિ, જાણો કેમ લીધો આ નિર્ણય?
ઉલ્લેખનીય છે કે મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. આ સિવાય મેરી કોમ 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીતી ચૂકી છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ હવે નહીં રમે. તેણે હવે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મેરી કોમે પોતે નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. આ સિવાય મેરી કોમ 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીતી ચૂકી છે.
"It's over": Star India boxer Mary Kom draws curtain on remarkable career
— ANI Digital (@ani_digital) January 24, 2024
Read @ANI Story | https://t.co/yOoAh75p63#MaryKom #boxer #retirement pic.twitter.com/EF8K08B0mF
આ કારણે મારે નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવો પડ્યો છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરી કોમ હવે 41 વર્ષની થઈ ગઈ છે અને ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) પુરૂષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. એક ઈવેન્ટમાં તેણે કહ્યું હતું કે મને હજુ પણ એલિટ સ્પોર્ટ્સમાં લડવાની અને જીતવાની ભૂખ છે. હું વધુ રમવા માંગુ છું. પરંતુ મારી ઉંમરને કારણે મને રમવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. હું લાચાર છું. તે કમનસીબ છે. આ કારણોસર મારે નિવૃત્તિનો નિર્ણય લેવો પડ્યો છે. જોકે, સદભાગ્યે મેં મારી કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે.
આવી રહી તેની કારકિર્દી
મેરી કોમે બોક્સિંગ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મેરી કોમ વિશ્વની પ્રથમ મહિલા બોક્સર છે જેણે છ વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. મેરી કોમ 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા છે. તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2006માં મેરી કોમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા, 2009માં તેમને દેશના રમત-ગમત ક્ષેત્રના સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
ગયા વર્ષે ડિસેમ્બરમાં મેરી કોમે કહ્યું હતું કે હું રમવા માંગુ છું પરંતુ ઉંમરને કારણે હું તેમ કરી શકતી નથી. પરંતુ હું હજુ પણ બોક્સિંગને લગતું કંઈક કરવાનો પ્રયાસ કરીશ. હું પ્રોફેશનલ બની શકું છું પરંતુ તે હજુ સ્પષ્ટ નથી.