BWF World Championships: સાઇના નેહવાલની વિજયી શરૂઆત, હોંગકોંગની ખેલાડીને હરાવી
BWF World Badminton Championshipમાં બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું હતું.
India in World Badminton Championship 2022: BWF World Badminton Championshipમાં બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું હતું. બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે હોંગકોંગની Cheung Ngan Yiને 21-19, 21-09થી હાર આપી હતી. નોંધનીય છે કે ચેમ્પિયનશીપમાં પાંચ વખત મેડલ જીતી ચૂકેલી પીવી સિંધુ રમી રહી નથી એવામાં સાઇના પાસે ભારતીય ચાહકોને આશા છે. આ ટુનામેન્ટ 28 ઓગસ્ટ સુધી રમાશે.
Saina Nehwal beats Cheung Ngan Yi of Hong Kong 21-19 21-9 in first round of BWF World Badminton Championship
— ANI (@ANI) August 23, 2022
(file pic) pic.twitter.com/rOyJlYe7b7
ઉલ્લેખનીય છે કે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપના પહેલા દિવસે સોમવારે ભારતના શટલર્સ લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણયએ શાનદાર પ્રદર્શન કરીને જીત સાથે શરૂઆત કરી હતી. ભારતને આ ત્રણ ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. પરંતુ સોમવારે, ભારતની આશાઓને મોટો ઝટકો લાગ્યો જ્યારે બી સાઈ પ્રણિત તેની પ્રથમ મેચમાં હાર્યા બાદ આઉટ થઈ ગયો છે. પ્રણિતને તાઇવાનના શટલર ચાઉ ટેન ચેનએ હરાવ્યો હતો.
ભારતીય મિક્સ્ડ ડબલ્સ જોડી ઈશાન ભટનાગર-તનિષા ક્રાસ્ટોએ પ્રથમ મેચમાં જર્મનીના પેટ્રિક-ફ્રાન્સિસ્કા વોકમેનને હરાવવા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાન ભટનાગર-તનિષા ક્રાસ્ટોએ શાનદાર પ્રદર્શન કરીને બંને ગેમ્સ 21-12 અને 21-13થી જીતી લીધી હતી. લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં પ્રથમ દિવસે પોતાનું જોરદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું. પ્રથમ મેચમાં તેણે ડેનમાર્કના હેન્સ-ક્રિશ્ચિયનને 21-12, 21-11થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. લક્ષ્યનો આગામી મુકાબલો સ્પેનના લુઈસ એનરિક સામે થશે. મેન્સ સિંગલ્સમાં, લક્ષ્ય સેન સિવાય, એચએસ પ્રણોયે પણ પ્રથમ દિવસે વિજય નોંધાવ્યો હતો. તેણે ઓસ્ટ્રિયાના લુકા વ્રેબરને 21-12, 21-11થી હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો બીજા ક્રમાંકિત જાપાનના કેન્ટો મોમોટા સાથે થશે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં પોતાના પ્રદર્શનથી નિરાશ થયેલા કિદામ્બી શ્રીકાંતને વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં જોરદાર ટક્કર મળી હતી. તેણે આયરલેન્ડના નહાટ 22-20, 21-19થી હરાવ્યો હતો. હવે તેની આગામી મેચ ચીનના ઝાઓ જુન પેંગ સામે થશે.
Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય
Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ
AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ