શોધખોળ કરો
રણજી ટ્રોફીના 82 વર્ષના ઇતિહાસમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન, પાર્થિવની કેપ્ટન ઇનિંગ
1/6

ઇન્દોરઃ રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઇને પાંચ વિકેટે હરાવી ગુજરાતની ટીમ ચેમ્પિયન બની છે. રણજી ટ્રોફીના 82 વર્ષના ઇતિહાસમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે. પાર્થિવ પટેલે કેપ્ટન ઇનિંગ રમતા 143 રન ફટકાર્યા હતા. રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાતને જીતવા માટે 312 રનનો પડકાર મળ્યો હતો જેને પાંચ વિકેટ ગુમાવી ગુજરાતે હાંસલ કરી લીધો છે.
2/6

મુંબઈની તરફથી બીજી ઈનિંગમાં નવોદિત પૃથ્વી શા એ 44, સુર્યકુમાર યાદવે 49, શ્રેયસ એય્યરે 82, જ્યારે કેપ્ટન આદિત્ય તારે 69 અને અભિષેક નાયરે 91 રન બનાવ્યા હતા. નાયરે છેલ્લી વિકેટમાં વિજય ગોયલ સાતે 41 રનની પાર્ટનરશિપ કરી હતી.
Published at : 14 Jan 2017 03:43 PM (IST)
View More























