આઉટ થયા બાદ ગુસ્સામાં કોહલી ડ્રેસિંગ રૂમમાં જઇને કોને મારવા લાગ્યો, કીટ આમતેમ ફેંકી દીધી ને પછી....... VIDEO
બીજી ઇનિંગમાં કોહલી સ્પીનર મોઇન અલી ના બૉલ પર ક્રેગ ઓવરટનના હાથોમાં કેચ આઉટ થયો તો ભારતીય કેપ્ટન ખુદથી એટલો બધો નારાજ થઇ ગયો કે તે ગુસ્સો કરવા લાગ્યો હતો.
નવી દિલ્હીઃ છેલ્લા બે વર્ષોથી કોઇ મોટી ઇનિંગ ના રમી શકનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને હાલ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમય દરમિયાન કોહલીના બેટમાંથી એકપણ સદી નથી નીકળી શકી. તે ઇંગ્લેન્ડ વિરુદ્ધ વારંવાર બહાર જતા બૉલ પર રમવાની કોશિશમાં સ્લિપમાં કેચ આઉટ થઇ રહ્યો છે. આ વખતે પણ તે મોટી ઇનિંગ રમ્યા વિના આઉટ થઇ ગયો અને આ વાતનો તેને ગુસ્સો ડ્રેસિંગ રૂમના દરવાજા પર કાઢ્યો, આનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં ચાલી રહેલી ઓવલની ચોથી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં કોહલી સ્પીનર મોઇન અલી (Moeen Ali)ના બૉલ પર ક્રેગ ઓવરટનના હાથોમાં કેચ આઉટ થયો તો ભારતીય કેપ્ટન ખુદથી એટલો બધો નારાજ થઇ ગયો કે તે ગુસ્સો કરવા લાગ્યો હતો.
પેવેલિયન જતા સમયે કોહલી ખુબ ગુસ્સામાં દેખાયો અને આ દરમિયાન તેને ડ્રેસિંગ રૂમનો દરવાજો જોરથી પટક્યો, આ પછી થોડીવારમાં ગુસ્સામાં ને ગુસ્સામાં કોહલી પોતાની કીટ ફેંકતા પણ દેખાયો, જોકે, ખાસ વાત છે કે, જ્યારે તેને પોતાનો હાથ દરવાજા પર માર્યો ત્યારે તેના હાથમાં ઇજા પણ થઇ તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Virat Kohli, come back soon King.#ENGvIND pic.twitter.com/ffgRH64FvH
— Neelabh (@CricNeelabh) September 5, 2021
ભારતીય કેપ્ટન કોહલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની આઠ ઇનિંગમાં 31.14ની નિરાશાજનક એવરેજથી માત્ર 184 રન બનાવ્યા છે. કોહલીએ છેલ્લે વર્ષ 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં રમાયેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ પછી તે સદી કરવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે.
IND vs ENG 4th Test: રોહિત શર્માએ સિક્સ ફટકારીને સદી પૂરી કરી, પત્નીએ આપી ફ્લાઈંગ કિસ
રોહિતે સિક્સ ફટકારીને પૂરી કરી સદી-
રોહિત શર્માએ ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જે તેના કરિયરની 8મી અને વિદેશની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી હતી. સૌથી ખાસ વાત એ હતી કે રોહિતે મોઈન અલીની ઓવરમાં સિક્સ મારીને સદી પૂરી કરી હતી. તેણે ત્રીજી વખત આ કારનામું કર્યુ હતું. સદી પૂરી થતાં જ ઓવલ સ્ટેડિયમમાં ઉપસ્થિત તેની પત્ની રિતિકા સજદેહ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને પતિને ફ્લાઈંગ કિસ આપી હતી. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો.
વાઇફને નિરાશ નથી કરતો રોહિત-
આ શતક બાદ એક ક્રિકેટ ફેને ટ્વિટર પર લખ્યું, ખૂબસુરત. વિદેશી જમીન પર હિટમેન રોહિત શર્માની શાનદાર સદી. રોહિત તેની પત્ની રિતિકા સજદેહ જ્યારે મેદાનમાં હાજર હોય ત્યારે ક્યારેય નિરાશ કરતો નથી.