First Look: ઝુલન ગોસ્વામીના રૉલમાં અનુષ્કાનું કમબેક, રિલીઝ થયુ 'ચકડા એક્સપ્રેસ'નુ ફર્સ્ટ લૂક
ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામી (jhulan goswami) ને દુનિયાભરના લોકો ચકડા એક્સપ્રેસના નામથી ઓળખે છે.
Chakda Xpress First Look: ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર બનનારી ફિલ્મ ચકડા એક્સપ્રેસનો ફર્સ્ટ લૂક રિલીઝ થઇ ગયુ છે. અનુષ્કા શર્માએ (Anushka Sharama) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'ચકડા એક્સપ્રેસ ફર્સ્ટ લૂક' શેર કર્યો છે. એક્ટ્રેસે આ સાથે માહિતી આપી છે કે, તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ખાસ વાત છે કે, અનુષ્કા શર્મા (Anushka Sharama Comeback) ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ આ ફિલ્મ દ્વારા કમબેક કરી રહી છે અને આ ફિલ્મ Netflix પર રિલીઝ થશે.
ઝૂલન ગોસ્વામી ફિલ્મ
આ ફર્સ્ટ લુકમાં અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસમાં જોવા મળી રહી છે અને બંગાળી બોલતી જોવા મળી રહી છે. ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામી (jhulan goswami) ને દુનિયાભરના લોકો ચકડા એક્સપ્રેસના નામથી ઓળખે છે.
'ચકડા એક્સપ્રેસ' (Film Chakda Xpress) નો ફર્સ્ટ લૂક શેર કરતા અનુષ્કા શર્માએ લખ્યું, "આ ખરેખર એક ખાસ ફિલ્મ છે કારણ કે તે બલિદાનની વાર્તા છે. છકડા એક્સપ્રેસ તેમના જીવન અને સમયથી પ્રેરિત છે. આ ફિલ્મ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામી અને મહિલા ક્રિકેટની દુનિયા વિશે આંખ ખોલનારી હશે. ઝુલને એવા સમયે ક્રિકેટર બનવાનું અને વૈશ્વિક મંચ પર પોતાના દેશને ગૌરવ અપાવવાનું નક્કી કર્યું જ્યારે મહિલાઓ માટે આ રમત રમવાનું વિચારવું પણ મુશ્કેલ હતું.
ભારતની મહાન ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલ માટે પસંદગી બદલ અનુષ્કા શર્મા કેમ થઈ ટ્રોલ, શું થઈ રહી છે ટીકા ?
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ફેન્સ લાંબા સમયથી તેના કમબેકની રાહ જોઇ રહ્યાં હતા, ગુરુવારે એક્ટ્રેસે ફેન્સને ટ્વીટ કરીને પોતાના નવા પ્રૉજેક્ટનુ એલાન કર્યુ. અનુષ્કા શર્મા મૂવી ચકદા એક્સ્પ્રેસમાં પૂર્વ ભારતીય કેપ્ટન ઝૂલન ગોસ્વામીનો રૉલ પ્લે કરતી દેખાશે. ફિલ્મની પહેલી ઝલક શેર કરવામાં આવી છે. જેમાં અનુષ્કા શર્મા મેદાનમાં બેટ પકડીને દેખાઇ. ચકડા એક્સપ્રેસમાં અનુષ્કા ક્રિકેટરનો રૉલમાં જોઇને ફેન્સ ખુશ થયા પરંતુ ટ્રૉલર્સ પણ એક્ટિવ થઇ ગયા હતા.
ટ્રૉલર્સનુ કહેવુ છે કે, અનુષ્કા શર્માનો લૂક ઝૂલન ગોસ્વામી જેવો જરાય નથી લાગતો. હાઇટ, સ્કીન કલર, બંગાળી એક્સેન્ટથી લઇને લૂક્સ સુધી, કંઇપણ ઝૂલન ગોસ્વામી સાથે મેચ થઇ રહ્યું નથી. એક નહીં કેટલાય લોકોનુ માનવુ છે કે અનુષ્કા શર્મા પૂર્વ ક્રિકેટર ઝૂલન ગોસ્વામી જેવી નથી દેખાઇ રહી. ટ્રૉલર્સે આવુ કહી કહીને અનુષ્કાને જબરદસ્ત રીતે સોશ્યલ મીડિયા પર ટ્રૉલિંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
આ પણ વાંચો.....
Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત
Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન