CWG 2022: ગુરદીપ સિંહે 390 કિલોગ્રામ વજન ઉંચકીને જીત્યો બ્રોન્ઝ મેડલ, વેઇટલિફ્ટિંગમાં ભારતનો 10મો મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટર્સનું સારું પ્રદર્શન યથાવત છે.
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટર્સનું સારું પ્રદર્શન યથાવત છે. ગુરદીપ સિંહે 109 પ્લસ કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 26 વર્ષીય ગુરદીપે સ્નૈચમાં 167 અને ક્લીન એન્ડ જર્કમાં 223 કિગ્રા સહિત કુલ 390 કિલો વજન ઉપાડ્યું હતું.
CWG 2022: Indian weightlifter Gurdeep Singh wins bronze in men's 109-plus kg final
— ANI Digital (@ani_digital) August 3, 2022
Read @ANI Story | https://t.co/R03ct5YuQt#CWG2022 #CWG #Weightlifter #GurdeepSingh #Bronzemedal #IndianTeam #GurdeepSinghwinsbronze pic.twitter.com/ISfwJvLCp9
પાકિસ્તાનના મુહમ્મદ નોહ બટ્ટે 405 કિગ્રા વજન ઉઠાવીને નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ન્યૂઝીલેન્ડના ડેવિડ એન્ડ્ર્યુએ 394 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ગુરદીપની શરૂઆત સારી રહી ન હતી. તેણે બીજા પ્રયાસમાં 167 કિલો વજન ઉપાડ્યું પરંતુ ત્રીજા પ્રયાસમાં 173 કિલો વજન ઉપાડી શક્યો નહોતો. ક્લીન એન્ડ જર્કમાં તેણે 207 કિલોગ્રામથી શરૂઆત કરી હતી પરંતુ 215 કિગ્રાના બીજા પ્રયાસમાં તે નિષ્ફળ ગયો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 223 કિલો વજન ઉપાડ્યું હતું.
It's Raining Medals for 🇮🇳 at @birminghamcg22 🤩
— SAI Media (@Media_SAI) August 3, 2022
Fantastic effort from #GurdeepSingh to bag 🥉 with a total lift of 390Kg in the Men's 109+kg Finals🏋♂️ at #B2022
Snatch- 167kg
Clean & Jerk- 223kg (PB)
With this #TeamIndia 🇮🇳 wins 🔟th Medal in weightlifting 💪#Cheer4India pic.twitter.com/iYGNPylCJ9
ભારતે વેઈટલિફ્ટિંગમાં તેના અભિયાનનો અંત ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત દસ મેડલ સાથે કર્યો હતો.