Gujarat Rain: ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ભરૂચ, તાપી, નર્મદામાં, 5 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, 6 ઓગસ્ટે નવસારી, ડાંગ, વલસાડ, સાત ઓગસ્ટે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 71 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 118 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
Gujarat Govt announcement : સાતમ-આઠમ અને દિવાળીએ સરકાર લોકોને 1 લિટર સીંગતેલ ફક્ત 100 રૂપિયામાં જ આપશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે તહેવારોમાં ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લીધો છે. ગરીબ વર્ગના રાશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય લીધો છે. 197 પ્રતિ લિટર પડતર કિંમત છે. જેમાં 97 રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. 100 રૂપિયામાં એક લિટર સીંગતેલ આપવામાં આવશે. સાતમ-આઠમ અને દિવાળીના તહેવારોમાં આ તેલ રાહત દરે આપવામાં આવશે.
ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં સરકારે સિંગતેલ અંગે નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડધારકોને પ્રતિ લિટર રૂ.100ના ભાવે સિંગતેલ આપશે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 4 થી 12 ઓગસ્ટ 8 મહાનગર મા હર ઘર તિરંગા યાત્રા નીકળશે. આવતી કાલે સુરત ખાતે સીએમ હર ઘર તિરંગા યાત્રા ની શરૂઆત કરાવશે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર ઉજવણી કરવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે. વિશ્વ આદિવાસી દિવસ પર ઝાલોદ ખાતે સીએમ હાજર રહેશે. 1300 કરોડના લોકાર્પણ ખાત મુહર્ત કરવામાં આવશે. લંપી વાયરસ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. પશુઓ હજારોની સંખ્યામાં સાજા થયા છે અન્ય પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ચિંતા કરવામા આવી રહી છે.
કાર્ડ ધારકો માટે એક મહ્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પહેલી વખત સિંગતેલ સાતમ આઠમ અને દિવાળી પર આપવામાં આવશે. બે નવી કોલેજો ને કેન્દ્રીય મંત્રાલય ને મજૂરી મળી છે. ગોધરા અને પોરબંધર મા જીમર્સ કોલેજો શરૂ થઈ જશે. ગરબા પર જીએસટી પર લગાવવાના મામલે નિવેદન આપ્યું હતું કે, વિરોધ પક્ષ જનતાને ભડકાવવાનું કામ કરે છે. 2017મા થયેલ આ નિર્ણય છે. અલગ અલગ કલ્ચરલ ઇવેન્ટ માટે જીએસટી લગાવવા માટેનું નક્કી થયું હતું. સર્વસમતી સાથે આ ઠરાવ થયો છે.