શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી કોરોનાથી સંક્રમિત, જાણો વિગત
CSAએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, ત્રણ ખેલાડી સંક્રમિત મળી આવ્યાની અમે પુષ્ટિ કરીએ છીએ. પોઝિટિવ મળી આવેલા ખેલાડી અને સહયોગી સભ્ય હવે 10 દિવસના આઈસોલેશનમાં રહેશે અને પ્રેક્ટિસ સેશનમાં ભાગ નહીં લે.
જોહાનિસબર્ગઃ વિશ્વભરમાં આતંક મચાવનારા જીવલેણ કોરોના વાયરસ ક્રિકેટમાં પણ પગ પેસારો કરી ચુક્યો છે. જાણકારી મુજબ, દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમના ત્રણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે પ્રેક્ટિસ સેશન યોજવાની હતી. તે પહેલા તપાસ દરમિયાન ત્રણ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. જોકે ખેલાડીના નામની જાણકારી હજુ સુધી સામે આવી નથી.
10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે સંક્રમિત ખેલાડી
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક સહયોગી સભ્ય સહિત ત્રણેયને શિબિરથી અલગ કરી દીધા છે. શિબિર પ્રિટોરિયામાં 27 જુલાઈથી શરૂ થશે. CSAએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, ત્રણ ખેલાડી સંક્રમિત મળી આવ્યાની અમે પુષ્ટિ કરીએ છીએ. પોઝિટિવ મળી આવેલા ખેલાડી અને સહયોગી સભ્ય હવે 10 દિવસના આઈસોલેશનમાં રહેશે અને પ્રેક્ટિસ સેશનમાં ભાગ નહીં લે.
ટીમના ખેલાડીઓ અને સહયોગી સભ્યોએ એક તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે.
દેશમાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ હાલ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યું છે, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion