એશિયા કપમાં સૌથી વધારે ચોગ્ગાનો રેકોર્ડ પણ સનથ જયસૂર્યાના નામે છે. એશિયા કપમાં તેણે 139 ચોગ્ગા ફટકાર્યા છે. સચિન તેંડુલકરના નામે 108 ચોગ્ગા છે. સચિન આ મામલે બીજા નંબર છે. જો વિરાટ કોહલી એશિયા કપ રમે છે તો તેમની પાસે આ રેકોર્ડ તોડવાની તક હતી. હાલમાં એશિયા કપમાં વિરાટ કોહીલના નામે 60 ચોગ્ગા છે.
2/4
એશિયા કપમાં સૌથી વધારે રનનો રેકોર્ડ પણ શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે. જયસૂર્યાએ 25 મેચમાં 24 ઇનિંગમાં 53.04ની સરેરાશથી 1220 રન બનાવ્યા છે. આ મામલે વિરાટ કોહલી 613 રન સાથે 8માં નંબર પર છે. અત્યારના ક્રિકેટરોમાં આ કોહલી સૌથી આગળ છે. કોહલીના હાલના ફોર્મને જોતા કોહલી જયસૂર્યાનો આ રેકોર્ડ પણ તેઓ તોડી શકે તેવી શક્યતા હતી.
3/4
વિરાટને સૌથી પહેલું નુકસાન સૌથી વધારે સદીનો રેકોર્ડ તોડવાનું થશે. એશિયા કપમાં સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે. તેના નામે કુલ 6 સેન્ચુરી છે. કોહલી આ મામલે ત્રીજા નંબર પર છે અને હાલમાં તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે તે એશિયા કપમાં રમે તો તેઓ જયસૂર્યાનો શદીનો રેકોર્ડ તોડી શકે છે.
4/4
નવી દિલ્હીઃ 15 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલથી એશિયા કપની યૂએઈમાં શરૂઆત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઇન્ડિયા પોતાનો પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરે હોંગ કોંગ વિરૂદ્ધ રમશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી નહીં રમે અને તેની જગ્યાએ રોહિત શર્મ ટામની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલી ઘણાં સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને આરામ આપવાના ઉદ્દેશથી તેને આ સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે આ સીરિઝમાં ન રમવાને કારણે વિરાટ કોહલીને ત્રણ મોટો નુકસાન થશે.