શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2010થી લઈ 2019 સુધીના પ્રદર્શનના આધારે આ ટીમની પસંદગી કરી છે. જેમાં માત્ર એક જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને સ્થાન મળ્યું છે.
સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે 2010-2019ના દાયકાની શ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી હતી. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમના કેપ્ટન તરીકે ધોનીની પસંદગી કરવામાં આવી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2010થી લઈ 2019 સુધીના પ્રદર્શનના આધારે આ ટીમની પસંદગી કરી છે. જેમાં રોહિત શર્માની ઓપનિંગ અને વિરાટ કોહલીની નંબર 3 બેટ્સમેન તરીકે પસંદગી થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી વન ડેની ટીમમાં માત્ર એક જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને સ્થાન મળ્યું છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ધોની વિશે કહ્યું, ભારતીય ટીમના વન ડેમાં સુવર્ણ સમયગાળામાં તેનું મહત્વનું યોગદાન છે. 2011માં તેણે ભારતની ધરતી પર જ દેશને વર્લ્ડ કપ જીતાડ્યો હતો અને જમણેરી બેટ્સમેન ભારતનો સર્વશ્રેષ્ઠ ફિનિશર બન્યો. આ સમયગાળા દરમિયાન ધોનીની સરેરાશ 50થી વધારે રહી છે અને 49 વખત ઈનિંગમાં નોટ આઉટ રહ્યો છે. આ ગાળામાં રન ચેઝ કરતી વખતે 28 વખત અણનમ રહ્યો છે અને ભારત ફક્ત ત્રણ મેચ જ હાર્યુ છે. સ્ટંપ પાછળ તેની કામગીરી અકલ્પનીય રહી છે. ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક ધોનીએ ટીમ ઈન્ડિયા તરફથી 350 વન ડે, 90 ટેસ્ટ અને 98 T20 ઈન્ટરનેશનલમાં કુલ મળીને વિકેટ પાછળ 829 શિકાર ઝડપ્યા છે. ધોની T20 વર્લ્ડકપ, ICC 50 ઓવરનો વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હોય તેવો ક્રિકેટ વિશ્વનો એક માત્ર એવો કેપ્ટન છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દાયકાની વન ડે ટીમ
રોહિત શર્મા, હાશિમ અમલા, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શાકિબ અલ હસન, જોસ બટલર, એમએસ ધોની, રાશિદ ખાન, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બાઉલ્ટ, લસિથ મલિંગા.
Only one Aussie makes our ODI Team of the Decade...https://t.co/nYpzA4pmBk
— cricket.com.au (@cricketcomau) December 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement