શોધખોળ કરો
Advertisement
Ind vs Aus: ભારત આજે જીતે તો આ સિદ્ધી મેળવનાર બીજી ટીમ બની જશે, જાણો વિગતે
નવી દિલ્હીઃ ભારત આજે નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વનડે માટે મેદાનમાં ઉતરસે ત્યારે તેનો ઈરાદો સીરીઝમાં પોતાની લીડને મજબૂત કરવાનો રહેશે. વિરાટની ટીમ ઇન્ડિયાની નજર ઉપરાંત એક ખાસ સિદ્ધી મેળવવા પર પણ ટકેલી છે.
ભારતનું ટીમ સિલેક્શન જાણે ઓટો-પાઇલટ મોડ ઉપર હોય તેમ ફરીથી 1-2 બદલાવ કરે નહીં તો જ આશ્ચર્ય થશે. પહેલી વનડે પછી વિરાટે કહ્યું હતું કે 99 રનમાં 4 વિકેટ ગુમાવવા જેવી સ્થિતિ ટીમને ગમી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટ વર્લ્ડકપ પહેલા અખતરા કરતા જરાય નહીં ડરે.
ભારત અત્યાર સુધીમાં 962 વનડે રમ્યું છે. તેમાંથી 499 મેચ જીતી છે અને 414માં હારનો સામનો કર્યો છે. 9 મેચમાં ટાઈ પડી હતી, જયારે 40 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. આમ જો આજે ભારત મેચ જીતે તો આ ભારતની 500મી જીત હશે. માત્ર ઓસ્ટ્રેલિયા જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500થી વધારે મેચ જીતી ચૂકી છે.
ભારત નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય મેચ જીત્યું છે. ભારત 2009માં 99 રને, 2013માં 351 રનચેઝ કરતા 6 વિકેટે અને 2017માં 7 વિકેટે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા અહીંયા ન્યુઝીલેન્ડ સામે 2011ની વર્લ્ડકપ મેચમાં જીત્યું હતું. નાગપુર ખાતે મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ રન કર્યા છે. તેણે 4 ઈનિંગ્સમાં 2 સદી સહિત 268 રન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement