(Source: ECI/ABP News/ABP Majha)
રાશિફળ 13 માર્ચ: આજે છે શનેશ્વરી અમાસ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ
Today Horoscope: આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્ર આજે કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ અમાસની તિથિ છે. તેને શનેશ્વરી અમાસ પણ કહે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્ર આજે કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે ગ્રહોની સ્થિતિ મને અનુકૂળ છે.કરિયરને લઇ ફોક્સ કરવું પડશે. પરિવારનો સહયોગ મળશે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે તમારા ભાગ્ય અને કર્મનો તાલમેલ સારો રહેશે. જો જરૂરી કામ ન થઈ રહ્યું હોય તો પરેશાન ન થાવ. પરિવારમાં સાથે બેસીને વિવાદિત મામલા ઉકેલો.
મિથુન (ક.છ.ઘ.) આજે ગ્રહોની સ્થિતિ જોઈને ભવિષ્યનું પ્લાનિંગ શરૂ કરી દો. ખુદને રચનાત્મક અને સક્રિય બનાવી રાખજો.પરિવાર સાથે મળીને સત્સંગ કરજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે ખુદ મોટા બદલાવ માટે તૈયાર રહેજો. કામકાજમાં મન ભટકવાથી ભૂલ થઈ શકે છે. પરિવારમાં તમામનો સહયોગ મળશે અને કોઇ મોટા નિર્ણય પર અભિપ્રાય આવશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે સંબંધોને વધારે મજબૂત કરજો. યુવાનોના કરિયરમાં પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
કન્યા (પ.ઠ.ણ.) આજે તમરી પ્રસન્નતા ઉર્જા આપશે. કામકાજમાં બેદરકારી ન દાખવતાં. બોસ તમારી પ્રશંસા કરી શકે છે પરંતુ આલોચના માટે પણ તૈયાર રહેજો. પરિવારમા તમામાનો સહયોગ અને સન્માન મળશે.
તુલા (ર.ત.) આજે આસપાસના લોકો સાથે સંબંધ મજબૂત કરજો. કોઈ ધાર્મિક અનુષ્ઠાન આયોજિત કરવાનું વિચારી રહ્યા હો તો દિવસ લાભદાયી છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે સ્વયં માટે સમય કાઢજો. પરિવારમાં નાના સભ્યોની સમસ્યા હોય તો ખુદ પહેલ કરીને સહયોગ કરો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજે કામકાજમાં ટેકનોલોજી બાબતોની જાણકારી રાખીને ખુદને અપગ્રેડ રાખજો. પરિવાર અને સમાજમાં સન્માન વધવાથી મન પ્રસન્ન રહેશે.
મકર (ખ.જ.) આજના દિવસે ખર્ચ પર ધ્યાન આપજો. બિનજરૂરી ખરીદી બજેટ બગાડી શકે છે. પરિવારમાં જમીન કે મકાનને લઇ નિર્ણય થઇ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે કામનો બોજ ઘટવાથી થોડી રાહત રહેશે. બોસના સીધા સંપર્કમાં રહેવાના કારણે ભૂલ ન કરતાં. પ્રમોશન કે મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થઈ શખે છે. કુળમાં શોક સમાચાર મળવાની આશંકા છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે સતર્ક રહેજો. ગુપ્ત વાતો અજાણ્યા લોકો સાથે બિલકુલ શેર ન કરતાં. મિત્રો અને સંબંધીઓના સંપર્કમાં રહેજો.