વિદેશી ધરતી પર Rishabh Pantની ફરી એકવાર તોફાની બેટિંગ, 87 બૉલમાં ઠોક્યા 76 રન, જાણો
પ્રેક્ટિસ મેચ માટે ઘરેલુ ટીમ તરફથી ચાર ભારતીય ખેલાડી રમી રહ્યાં છે, જેમાં ઋષભ પંત પણ સામેલ છે.
Rishabh Pant, ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે, ઋષભ પંત ઇંગ્લેન્ડમાં લીસેસ્ટરશાયર વિરુદ્ધ રમાયેલી પ્રેક્ટિસ મેચમાં તાબડતોડ બેટિંગનુ પ્રદર્શન કર્યુ છે. ઋષભ પંતે ફરી એકવાર વિદેશી ધરતી પર પોતાનો રુતબો જાળવી રાખ્યો છે, તેને અભ્યાસ મેચમાં તોફાની બેટિંગ કરતા 87 બૉલમાં 76 રનની ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા પંતે ખરા સમયે ફોર્મ પાછુ મેળવ્યુ છે.
પ્રેક્ટિસ મેચ માટે ઘરેલુ ટીમ તરફથી ચાર ભારતીય ખેલાડી રમી રહ્યાં છે, જેમાં ઋષભ પંત પણ સામેલ છે. તેને ક્રિઝ પર 154 મિનીટ વિતાવી અને આ દરમિયાન 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ ઇનિંગ રમી હતી. ભારતે કાલે આટ વિકેટ ગુમાવીને 246 રન પર ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. લીસેસ્ટરશાયરની ટીમે 138 પર છ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઋષભ પંતે કેટલાક શાનદાર શૉટ ફટકારીને ટીમનો સ્કૉર 200 રનને પાર પહોંચાડ્યો હતો.
પરંતુ શ્રેયસ અય્યરે રવીન્દ્ર જાડેજાના બૉલ પર ઋષભ પંતનો શાનદાર કેચ પકડીને પંતને પેવેલિયન ભેગો કર્યો હતો. લીસેસ્ટરશાયર પહેલી ઇનિંગ 244 પર સમાપ્ત થઇ, જે ભારતના કુલ સ્કૉરથી બે રન ઓછા છે.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ