USA Abortion Rights: સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારને રદ્દ કરતા અનેક રાજ્યોએ મુક્યો પ્રતિબંધ, રાષ્ટ્રપતિ બાઇડને શું આપ્યું મોટું નિવેદન?
રાષ્ટ્રપતિ બાઇડને કાયદાની હિમાયત કરતા કહ્યું હતું કે આપણે સ્થાનિક સ્તર પર આ અધિકારની રક્ષા માટે વધુ રાજ્યના નેતાઓને પસંદ કરવાની જરૂર છે.
Joe Biden On Abortion Rights: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાત (ગર્ભપાતનો અધિકાર) માટેના બંધારણીય સંરક્ષણને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રિપબ્લિકન શાસિત અમેરિકન રાજ્યોએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂક્યો હતો.
Biden pledges to take every step to protect abortion rights after supreme court decision
— ANI Digital (@ani_digital) June 24, 2022
Read more @ANI story | https://t.co/cRNOTr1wvT#Biden #SupremeCourt #abortionrights #RoeVsWade pic.twitter.com/M0oHDUHF3g
રાષ્ટ્રપતિ બાઇડને કાયદાની હિમાયત કરતા કહ્યું હતું કે આપણે સ્થાનિક સ્તર પર આ અધિકારની રક્ષા માટે વધુ રાજ્યના નેતાઓને પસંદ કરવાની જરૂર છે. આપણે કાયદાની સુરક્ષાને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે. બાઇડને ચેતવણી આપી હતી કે ગર્ભપાત પર લેવાયેલ આ નિર્ણય ગર્ભનિરોધક, સમલૈંગિક લગ્નના અધિકારને નબળો પાડી શકે છે. આ એક ખતરનાક રસ્તો છે.
રાષ્ટ્રપતિ જો બાઇડને શું કહ્યું?
રાષ્ટ્રપતિ જો બાઇડને ગર્ભપાત કાયદાથી પ્રભાવિત રાજ્યોમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે તેમની શ્રેષ્ઠ ક્ષમતા સાથે કામ કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ એવા રાજ્યોમાં તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે શક્ય તેટલું બધું કરશે જ્યાં મહિલાઓ ગર્ભપાતના નિર્ણયોની અસરોનો સામનો કરી રહી છે. વધુમાં બાઇડને કહ્યું હતું કે આજનો દિવસ અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે અમેરિકન લોકો પાસેથી એક બંધારણીય અધિકાર છીનવી લીધો જે તેણે પહેલેથી જ માન્ય રાખ્યો હતો. અમેરિકનો માટે આટલા મહત્વપૂર્ણ અધિકાર માટે આ પહેલા ક્યારેય કરવામાં આવ્યું નથી.
ઘણા રાજ્યોમાં પ્રતિબંધ
કોર્ટના નિર્ણયના થોડા સમય પછી અમેરિકાના ઘણા રિપબ્લિકન શાસિત રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાના આદેશો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટી સહિત અન્ય કન્ઝરવેટિવ જૂથો ગર્ભપાતના અધિકાર વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા જ્યારે ડેમોક્રેટિક પાર્ટી આ અધિકારના સમર્થક છે.
યુએસ સુપ્રીમ કોર્ટનો નિર્ણય
અમેરિકાની સુપ્રીમ કોર્ટે (Supreme Court of The United States ) શુક્રવારે એક મોટા નિર્ણયમાં ગર્ભપાતના અધિકારને ખતમ કરી દીધો છે. આ કાયદા હેઠળ અમેરિકન મહિલાઓને ગર્ભપાત કરાવવો કે નહીં તે અંગે નિર્ણય લેવાનો અધિકાર હતો.
કોર્ટે 1973ના સીમાચિહ્નરૂપ "રો વિ વીડ" (Roe v Wade)ચુકાદાને ઉથલાવી દીધો, જેણે ગર્ભપાત માટે મહિલાના અધિકારની ખાતરી કરી અને કહ્યું કે વ્યક્તિગત રાજ્યો તેમની જાતે આ પ્રક્રિયાને મંજૂરી આપી શકે છે અથવા પ્રતિબંધિત કરી શકે છે.
મિસિસિપી રાજ્યએ રો વિ વેડને અમાન્ય કરવાની માંગ કરી હતી
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ કોર્ટનો નિર્ણય ડોબ્સ વિ. જેક્સન વિમેન્સ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કેસમાં આવ્યો હતો, જેમાં મિસિસિપી રાજ્યએ રો વિ વેડને અમાન્ય કરવાની માંગ કરી હતી અને તેના બદલે ચૂંટાયેલા અધિકારીઓને ગર્ભપાતને કેવી રીતે નિયંત્રિત અથવા પ્રતિબંધિત કરવો તે નક્કી કરવાની મંજૂરી આપવી જોઈએ.
ડોબ્સના નિર્ણયે 2018 ના મિસિસિપી કાયદાને સમર્થન આપ્યું હતું જેણે 15 અઠવાડિયાની સગર્ભા સ્ત્રીઓ માટે ગર્ભપાત પર પ્રતિબંધ મૂક્યો હતો.