Afghanistan vs South Africa: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને વન-ડેમાં પ્રથમવાર હરાવ્યું
Afghanistan beat South Africa:અફઘાનિસ્તાને બુધવારે (18 સપ્ટેમ્બર) 3 મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો
Afghanistan beat South Africa: અફઘાનિસ્તાને બુધવારે (18 સપ્ટેમ્બર) 3 મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. અત્યાર સુધી તેણે ભારત સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક પૂર્ણ સભ્ય ટીમને હરાવી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ વખત વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ પહેલા બંને માત્ર T20 અને ODI વર્લ્ડ કપમાં જ સામ સામે ટકરાયા હતા. દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે. આ જીતનો હીરો ફઝલહક ફારૂકીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી હતી.
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 26 ઓવરમાં 107 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. ડાબોડી ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ 4 અને 17 વર્ષના સ્પિનર અલ્લાહ ગઝનફરે 3 વિકેટ લીધી હતી.
A day to remember for Afghanistan cricket as they beat South Africa for the very first time 😍 #AFGvSAhttps://t.co/pDaR9NdI1K
— ICC (@ICC) September 18, 2024
અફઘાનિસ્તાને 15 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
અફઘાનિસ્તાનની ટીમ માત્ર 15 રનમાં 2 વિકેટ ગુમાવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અઝમતુલ્લાહ ઉમરઝઈ (36 બોલમાં અણનમ 25) અને ગુલબદ્દીન નાયબ (27 બોલમાં અણનમ 34)એ શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
વન-ડેમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર
અફઘાનિસ્તાનના સ્ટાર ઝડપી બોલર ફઝલહક ફારૂકીએ ત્રીજી ઓવરમાં સાઉથ આફ્રિકાના ઓપનર રીઝા હેન્ડ્રિક્સને આઉટ કર્યો હતો અને ત્યારબાદ તેની આગામી ઓવરમાં કેપ્ટન એડન માર્કરામને આઉટ કર્યો હતો. તેણે ઓપનર ટોની ડી જોરજીને પણ 7મી ઓવરમાં પેવેલિયન મોકલી દીધો હતો. યુવાન સ્પિનર અલ્લાહ ગઝનફરે ટ્રીસ્ટન સ્ટબ્સને ડક પર આઉટ કર્યો હતો. આ જ ઓવરમાં દક્ષિણ આફ્રિકાનો નવોદિત ખેલાડી જેસન સ્મિથ પણ પાંચ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાનો સ્કોર 29 રનમાં પાંચ વિકેટ થઇ ગયો હતો. ફઝલહક ફારૂકી અને ગઝનફરે તરખાટ મચાવ્યો હતો. પાવરપ્લેના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર સાત વિકેટ ગુમાવીને 36 રન થઇ ગયો હતો. વિયાન મુલ્ડર અને બજોર્ન ફોર્ટ્યુઈને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોર્ટ્યુઈનને રાશિદ ખાને આઉટ કર્યો હતો.
𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆 𝐌𝐎𝐌𝐄𝐍𝐓𝐒! 🎉
— Afghanistan Cricket Board (@ACBofficials) September 18, 2024
Behind the scenes of #AfghanAtalan's memorable victory against South Africa in international cricket. 👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/G0dO4RI2YM
બાદમાં મુલ્ડરે નાન્દ્રે બર્જર સાથે ભાગીદારી કરી હતી. મુલ્ડરે 80 બોલમાં તેની પ્રથમ વન-ડે અડધી સદી ફટકારી હતી. જો કે, તેની શાનદાર ઇનિંગ્સનો અંત ફારૂકીએ તેને બોલ્ડ કરી દીધો હતો. રાશિદ ખાને લુંગી એનગિડીની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની ઈનિંગ્સનો 106 રન પર અંત કર્યો હતો. આ મેચમાં ચાર વિકેટ લેનાર ફારૂકીએ અફઘાનિસ્તાન માટે તેની 75મી ઇનિંગમાં 100 આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો હતો.