શોધખોળ કરો
Advertisement
24 વર્ષ બાદ શાહિદ આફ્રિદીના આ મોટા રેકોર્ડ પર ઉઠ્યા સવાલો, જાણો શું છે મામલો
ખાસ વાત છે કે, શાહિદ આફ્રિદીએ જ્યારે ક્રિકેટની દુનિયામાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી, અને તે સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બની ગયો હતો. પરંતુ લગભગ 24 વર્ષ બાદ તેના આ રેકોર્ડ પર હવે સવાલો ઉઠવા લાગ્યા છે
નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના રેકોર્ડને લઇને વધુ એક મોટો મુદ્દો ગરમાયો છે. 4થી ઓક્ટોબર, વર્ષ 1996માં પાકિસ્તાનની સૌથી યુવા બેટ્સમેન શાહિદ આફ્રિદીએ શ્રીલંકા સામે ક્રિકેટ ઇતિહાસની સૌથી ફાસ્ટ સદી ફટકારી હતી. તેને માત્ર 37 બૉલમાં પોતાની સદી પુરી કરી દીધી હતી. આ સાથે જ તે ક્રિકેટની દુનિયામાં છવાઇ ગયો હતો.
ખાસ વાત છે કે, શાહિદ આફ્રિદીએ જ્યારે ક્રિકેટની દુનિયામાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી, અને તે સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બની ગયો હતો. પરંતુ લગભગ 24 વર્ષ બાદ તેના આ રેકોર્ડ પર હવે સવાલો ઉઠવા લાગ્યા છે.
શાહિદ આફ્રિદીએ કરી ઉંમરમાં હેરફેર?
મોટી વાત એ છે કે શાહિદ આફ્રિદીના આ રેકોર્ડ પર તેના જ એક ટ્વીટથી સવાલો ઉઠ્યા છે. શાહિદ આફ્રિદીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પોતાના ફેન્સને ધન્યવાદ આપતા એક ટ્વીટ કર્યુ. આ ટ્વીટમાં તેને કહ્યું આજે હું 44 વર્ષનો થઇ ગયો છું.
કેમ ઉઠી રહ્યો છે સવાલો?
ખરેખરામં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીના અધિકારિક રેકોર્ડ્સ અનુસાર શાહિદ આફ્રિદીની હાલની ઉંમર 41 વર્ષ છે. દિલચસ્પ વાત છે કે આફ્રિદીએ પોતાની ઓટોબાયૉગ્રાફીમાં લખ્યું હતુ કે તેનો જન્મ 1975માં થયો હતો, જેના હિસાબે તે આજે 46 વર્ષનો છે. જોકે તેને પોતાની ઓટોબાયૉગ્રાફીમાં સ્પષ્ટ કરી દીધુ હતુ કે સૌથી ફાસ્ટ સદી ફટકારવા દરમિયાન તે 16 વર્ષનો નહીં પરંતુ 19 વર્ષનો હતો. અલગ અલગ જગ્યા પર પોતાની ઉંમરના આંકડામાં હેરફેરને લઇને તે હવે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ પણ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement