Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલને સ્લેજિંગ કરવું પડ્યુ ભારે, કેપ્ટન રહાણેએ મેદાનની બહાર હાંકી કાઢ્યો, જુઓ Video
યશસ્વીએ દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં દક્ષિણ ઝોન માટે બીજી ઈનિંગમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં સાઉથ ઝોને વેસ્ટ ઝોનને 294 રનથી હરાવ્યું હતું. 529 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઝોનની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ફાઈનલ મેચનો છેલ્લા દિવસે વિવાદ સર્જાયો હતો. દક્ષિણ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની ટીમના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર મોકલી દીધો હતો. યશસ્વી જયસ્વાલના ખરાબ વર્તનના કારણે રહાણેને આ નિર્ણય લેવો પડ્યો હતો.
Batter Ravi Teja was having some issues with Yashasvi Jaiswal, so after warning him first and seeing it still happen, Captain Ajinkya Rahane tells his own teammate to leave the field!pic.twitter.com/R1sPozKFjF
— 12th Khiladi (@12th_khiladi) September 25, 2022
યશસ્વી વારંવાર દક્ષિણ ઝોનના બેટ્સમેન ખાસ કરીને રવિ તેજાને સ્લેજિંગ કરતો હતો. અમ્પાયરોએ યશસ્વીને તે અંગે બે-ત્રણ વખત ચેતવણી પણ આપી હતી. પરંતુ જ્યારે યશસ્વીએ ફરી એકવાર ઇનિંગની 57મી ઓવરમાં આવું જ કર્યું, તો અમ્પાયરે કેપ્ટન રહાણે સાથે લાંબી વાતચીત કરી, જેના પછી યશસ્વીને મેદાન છોડવું પડ્યું હતું.
ખાસ વાત એ છે કે અમ્પાયરોએ સાઉથ ઝોનને સબસ્ટિટ્યૂટ ફિલ્ડરની પણ મંજૂરી આપી નહોતી. જેના કારણે તેણે કેટલીક ઓવરો સુધી 10 ખેલાડીઓ સાથે મેદાન પર ફિલ્ડિંગ ભરવી પડી હતી. જો કે, 20 વર્ષીય જયસ્વાલ લગભગ સાત ઓવર પછી ફરી ફિલ્ડિંગ કરવા આવ્યો હતો.
યશસ્વીએ બેવડી સદી ફટકારી હતી
યશસ્વીએ દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં દક્ષિણ ઝોન માટે બીજી ઈનિંગમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. યશસ્વીએ 323 બોલમાં 265 રન બનાવ્યા જેમાં 30 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. સરફરાઝ ખાને પણ અણનમ 127 રન બનાવીને યશસ્વીને સાથ આપ્યો હતો. બંનેની શાનદાર બેટિંગના કારણે વેસ્ટ ઝોને ચાર વિકેટે 585 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી.
દક્ષિણ ઝોનને લીડ મળી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઝોને પ્રથમ ઇનિગમાં 270 રન બનાવ્યા હતા. વેસ્ટ ઝોન તરફથી હેત પટેલે સૌથી વધુ 98 રન બનાવ્યા હતા. જ્યારે જયદેવ ઉનડકટે 47 અને શ્રેયસ અય્યરે 37 રન બનાવ્યા હતા. સાઉથ ઝોન માટે સાઈ કિશોરે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં સાઉથ ઝોને તેની પ્રથમ ઇનિંગમાં 327 રન બનાવ્યા હતા, જેના કારણે તેણે 57 રનની લીડ મેળવી હતી. બાબા ઈન્દરજીતે સાઉથ ઝોન માટે 125 બોલનો સામનો કરીને 118 રનની ઇનિંગ રમી હતી.
યશસ્વી જયસ્વાલ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમત બતાવી રહી છે. આ મેચ પહેલા યશસ્વીએ 6 ફર્સ્ટ ક્લાસ મેચમાં 74.90ની એવરેજથી 749 રન બનાવ્યા હતા, જેમાં 4 સદી અને 1 અડધી સદી સામેલ હતી. હવે તેણે તેની કારકિર્દીની માત્ર સાતમી ફર્સ્ટ ક્લાસ મેચમાં તેની પાંચમી સદી ફટકારી છે. રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં યશસ્વીએ સતત ત્રણ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલનો લિસ્ટ-એ રેકોર્ડ પણ શાનદાર છે. જ્યાં તેણે 48.47ની એવરેજથી 1115 રન બનાવ્યા છે. યશસ્વીએ લિસ્ટ-એ ક્રિકેટમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. આ સિવાય યશસ્વીના નામે 33 T20 મેચમાં 687 રન નોંધાયેલા છે. મુંબઈના આ બેટ્સમેને T20 કરિયરમાં ત્રણ અડધી સદી ફટકારી છે