IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: RCB vs CSK મેચ પછી અંબાતી રાયડુ ચેન્નાઈની હારનું દર્દ સહન કરી શક્યો નહીં. હવે તેનો અસ્વસ્થ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
IPL 2024: અંબાતી રાયડુ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. ઘણી વખત, ઇન્ટરવ્યુ અને કોમેન્ટ્રી દરમિયાન વાતો સાંભળીને લાગે છે કે રાયડુ CSK સાથે વિશેષ જોડાણ અનુભવે છે. ગયા શનિવારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ હતી, તેમાંથી માત્ર એક જ પ્લેઓફમાં પ્રવેશ કરી શકી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં, બેંગલુરુ(Royal Challengers Bengaluru)એ CSKને 27 રને હરાવ્યું અને ટોપ-4માં સ્થાન મેળવ્યું. આ દરમિયાન રાયડુ હિન્દી કોમેન્ટ્રી પેનલમાં હાજર હતો. યશ દયાલે છેલ્લો બોલ ફેંકતાની સાથે જ રાયડુ રડવા લાગ્યો અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Reaction of Ambati Rayudu after CSK were knocked out.Ambati Rayudu started crying pic.twitter.com/bszX2gLu2F
— The sports (@the_sports_x) May 19, 2024
અંબાતી રાયડુ રડવા લાગ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 218 રન બનાવ્યા હતા અને ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં જવા માટે ઓછામાં ઓછા 201 રન બનાવવાના હતા. પ્લેઓફ સમીકરણ અનુસાર, CSKને છેલ્લી ઓવરમાં ઓછામાં ઓછા 17 રન બનાવવાની જરૂર હતી. એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હાજર હતા. એમએસ ધોનીએ યશ દયાલના પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારી હતી, પરંતુ તે પછીના જ બોલ પર તે ક્લીન બોલ્ડ થયો હતો. સ્થિતિ એવી હતી કે CSKને છેલ્લા 2 બોલ પર 10 રન બનાવવા પડ્યા હતા અને જાડેજા સ્ટ્રાઈક પર હાજર હતો. 5મો બોલ ડોટ હતો અને જ્યારે છેલ્લો બોલ પણ ખાલી ગયો ત્યારે અંબાતી રાયડુએ તેનું માથું પકડી લીધુ હતું અને તેની આંખો બંધ કરી લીધી હતી. રાયડુ એ વાત પર વિશ્વાસ ન કરી શક્યો કે બેંગલુરુએ CSKને પ્લેઓફમાં જતા રોકી દીધું હતું.
અંબાતી રાયડુ CSK તરફથી રમી ચૂક્યો છે
અંબાતી રાયડુ 2018 થી 2023 દરમિયાન IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તે 2018, 2021 અને 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટ્રોફી વિજેતા ટીમનો પણ ભાગ હતો. અગાઉ રાયડુ 2023માં CSK ટ્રોફી જીત્યા બાદ પણ રડતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રાયડુએ હાલમાં જ એલિમિનેટર મેચની આગાહી કરી હતી કે બેંગલુરુ રાજસ્થાન રોયલ્સ સામે જીતવા જઈ રહ્યું છે.