SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Syed Mushtaq Ali Trophy: મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024નું ટાઈટલ જીત્યું છે. તેણે ફાઇનલમાં મધ્યપ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું
Mumbai vs Madhya Pradesh Final: મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024નું ટાઈટલ જીત્યું છે. તેણે ફાઇનલમાં મધ્યપ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું. શ્રેયસ ઐય્યરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈની ટીમ માટે સૂર્યકુમાર યાદવ, અજિંક્ય રહાણે અને સૂર્યાંશ શેડગેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યાંશે 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે અણનમ 81 રન બનાવ્યા હતા. જો કે તેની ઈનિંગ બેકાર ગઇ હતી.
𝘾𝙃𝘼𝙈𝙋𝙄𝙊𝙉𝙎!
— BCCI Domestic (@BCCIdomestic) December 15, 2024
The Syed Mushtaq Ali Trophy 2024-25 winners 👉 Mumbai 🙌
Scorecard - https://t.co/4J8WAjUsK9#SMAT | @IDFCFIRSTBank | @MumbaiCricAssoc pic.twitter.com/E8OrhUAwSf
પ્રથમ બેટિંગ કરતા મધ્યપ્રદેશે મુંબઈને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 17.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. સૂર્યાંશે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. 15 બોલનો સામનો કરીને તેણે અણનમ 36 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. અથર્વે 6 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર ફટકારી હતી. આ રીતે ટીમે ટાઈટલ જીત્યું હતું.
BCCI President Mr. Roger Binny hands over the trophy to Mumbai Captain Shreyas Iyer 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) December 15, 2024
Congratulations to Mumbai on winning the Syed Mushtaq Ali Trophy 2024-25 🏆
Scorecard - https://t.co/4J8WAjUsK9#SMAT | @IDFCFIRSTBank | @ShreyasIyer15 | @MumbaiCricAssoc pic.twitter.com/sESEonvYNd
રહાણેનું જોરદાર પ્રદર્શન
મધ્યપ્રદેશે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ માટે પૃથ્વી શો અને અજિંક્ય રહાણે ઓપનિંગ કરવા આવ્યા હતા. પૃથ્વી કંઈ ખાસ કરી શક્યો નહીં. તે 10 રન કરીને આઉટ થયો હતો. પરંતુ રહાણેએ 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 30 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન શ્રેયસ 16 રન કરીને આઉટ થયો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શિવમ દુબે માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો.
મુંબઈ તરફથી સૂર્યા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 35 બોલનો સામનો કર્યો અને 48 રન બનાવ્યા. સૂર્યાની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે તે અડધી સદી ચૂકી ગયો હતો.
મધ્યપ્રદેશ માટે પાટીદારે રમી તોફાની ઇનિંગ્સ
મધ્યપ્રદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. આ દરમિયાન રજત પાટીદારે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે 40 બોલનો સામનો કરીને અણનમ 81 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન પાટીદારે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સુભ્રાંશુ સેનાપતિએ 23 રનની ઇનિંગ રમી હતી. વેંકટેશ ઐય્યર 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. હરપ્રીત સિંહે 15 રનનું યોગદાન આપ્યું હતું.
મુંબઈ તરફથી શાર્દુલ-તનુષે બે-બે વિકેટ લીધી હતી.
ફાઇનલમાં મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ લીધી હતી. શાર્દુલે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. રોયસ્ટન ડાયસે 3 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. શિવમ દુબે, શ્રેયાંશ શેડગે અને અથર્વને એક-એક વિકેટ મળી હતી.