Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતની મહિલા હૉકી ટીમે મહિલા જૂનિયર એશિયા કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે.
Women's Junior Asia Cup 2024 Final India: ભારતની મહિલા હૉકી ટીમે મહિલા જૂનિયર એશિયા કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. તેણે ફાઇનલમાં ચીનને ખરાબ રીતે કચડી નાખ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી જીત મેળવી હતી. આ પહેલા આ મેચ 1-1 થી ટાઈ થઈ હતી. આ પછી શૂટઆઉટમાં ભારતે રોમાંચક જીત નોંધાવી હતી. સાક્ષી રાણા, મુમતાઝ ખાન અને ઈશિકાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતની ગોલકીપર નિધિએ પણ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
🌟 BACK-TO-BACK CHAMPIONS 🌟
— Hockey India (@TheHockeyIndia) December 15, 2024
The Indian Junior Women's Hockey Team reigns supreme once again! 🙌 In a nail-biting penalty shootout, the defending champions showed unmatched determination and nerves of steel to clinch the Women’s Junior Asia Cup 2024 title💪🔥
This victory… pic.twitter.com/LMYuGmaD0q
હૉકીની ફાઈનલ મેચમાં ચીને સારી શરૂઆત કરી હતી. તેણે 30મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ચીન માટે જિનજુંગે ગોલ કર્યો હતો. ભારતીય ટીમ હાફ ટાઈમ સુધી પાછળ રહી હતી. પરંતુ આ પછી કનિકાએ ગોલ કરીને ભારતને બરાબરી પર લાવી દીધું. કનિકાના ગોલની મદદથી ટીમ ઈન્ડિયાએ 1-1થી બરાબરી કરી હતી. ટાઈમ આઉટ સુધી આ મેચ 1-1 થી બરાબર રહી હતી.
ભારતે શૂટઆઉટમાં જીત નોંધાવી
પેનલ્ટી શૂટઆઉટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી સાક્ષી રાણાએ પહેલો પ્રયાસ કર્યો હતો. તેણે પ્રથમ પ્રયાસમાં જ ગોલ કર્યો હતો. બીજો પ્રયાસ મુમતાઝ દ્વારા કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. ઈશિકાએ ત્રીજો પ્રયાસ કર્યો. તે સફળ રહ્યો. આ પછી કનિકાએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને સફળતા મળી ન હતી. અંતે સુનલિતાએ ગોલ કર્યો હતો. જવાબમાં ચીન માત્ર બે ગોલ કરી શક્યું હતું.
ભારતની જીતમાં નિધિએ ભજવી મહત્વની ભૂમિકા
પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન ગોલકીપર નિધિએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચીનના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. વાંગ લી હોંગે ચીનમાં પહેલો પ્રયાસ કર્યો હતો. નિધિએ ગોલ થતા બચાવ્યો હતો. ચોથા અને પાંચમા ખેલાડીઓને પણ ગોલ કરતા અટકાવવામાં આવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળશે ઈનામી રકમ
ભારતીય ટીમના ખેલાડીઓને ઈનામી રકમ મળશે. હૉકી ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ટીમના દરેક ખેલાડીને ઈનામ તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સપોર્ટ સ્ટાફને 1 લાખ રૂપિયા મળશે.
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું