Team India: 6 મહિના બાદ મેદાનમાં પરત ફરશે આ ધાકડ ખેલાડી, ટીમ ઈન્ડિયાનો કહેવાય છે હુકમનો એક્કો
Team India: ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. વન ડે બાદ હવે T20 સિરીઝ અહીં રમાઈ રહી છે. ભારતે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટી-20 જીતી લીધી છે. હવે બીજી મેચની તૈયારીઓ ચાલી રહી છે.
Deepak Chahar Amit Mishra Team India: ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. વન ડે બાદ હવે T20 સિરીઝ અહીં રમાઈ રહી છે. ભારતે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટી-20 જીતી લીધી છે. હવે બીજી મેચની તૈયારીઓ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા પણ ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહી છે. આ દરમિયાન ભારતીય કેમ્પ માટે એક સારા સમાચાર આવ્યા છે. ટીમનો ઝડપી બોલર દીપક ચહર ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. તે ઈજાના કારણે બહાર ચાલી રહ્યો છે.
Good news for CSK’ fans.. 😉
— Amit Mishra (@MishiAmit) July 29, 2022
He is fit and very soon will be ready for team India and CSK. Wishing you all the very best @deepak_chahar9. ♥️👍 pic.twitter.com/GkL7uDh4dI
ભારતીય ખેલાડી અમિત મિશ્રાએ હાલમાં જ દીપક ચહર સાથેનો એક ફોટો ટ્વિટર પર ટ્વીટ કર્યો છે. આમાં બંને જિમમાં જોવા મળી રહ્યા છે. મિશ્રાએ આ ફોટો શેર કરતી વખતે તેમણે કેપ્શન લખ્યું, તે ફિટ છે અને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરશે. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ચહર ફેબ્રુઆરી 2022થી ટીમ ઈન્ડિયાની બહાર છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્નાયુઓમાં તણાવ હતો. આ કારણે ચહર IPL 2022માં પણ રમ્યો નહોતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ બાદ દીપક ઈંગ્લેન્ડના પ્રવાસે પણ જઈ શક્યો ન હતો. પરંતુ તે ટૂંક સમયમાં પરત ફરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો...