Crime News: વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર, પોલીસ ફરિયાદ થતા ખળભળાટ
ગીર સોમનાથ: વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વન અધિકારી વિરુદ્ધ સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે
ગીર સોમનાથ: વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વન અધિકારી વિરુદ્ધ સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણાતાએ આક્ષેપ કર્યો છે કે, RFO હરેશ ગલચરે તેમના પર અનેક વાર બળાત્કાર ગુજાર્યા. વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગુન્હામાં મદદ કરનાર દાનીશ પંજા, અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં ગુન્હો નોંધાતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
સુરતમાં વિધર્મી યુવકે 17 વર્ષની સગીરાને બનાવી હવસનો શિકાર
સુરતના લીંબાયતમાં સગીરા સાથે વિધર્મી યુવક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા સાથે બે વખત દુષ્કર્મ હતું. ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. શરીર સબંધ બાંધ્યા બાદ મોઇને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને બળાત્કાર અને પોકસો એક્ટ અંતર્ગત મોઇન સામે કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી
બોટાદના બરવાળાના કેમિકલ લઠ્ઠાકાંડમાં ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જિલ્લા પોલીસવડાની બદલી તથા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે 12 પોલીસ કર્મચારીઓની અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બોટાદની લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓની ડીજી ઓફિસે બદલી કરી નાંખી છે. ક્રિપાલસિંહ ઝાલાને છોટાઉદેપુર, વનરાજ બોરીચાને બનાસકાંઠા, ભાર્ગવભાઈ રામાનુજની દાહોદ, જયેશ ધાધલની ભુજ, કિરણસિંહ દાયમાની વલસાડ, લગધીરસિંહ ચુડાસમાની આહવા, પ્રદ્યુમનસિંહ વાળાની વ્યારા, ઈંદ્રજિતસિંહ મોરીની નવસારી, નિકુંજ ડાભીની સુરત ગ્રામ્ય, વિજય ધરજીયાની ભરૂચ, પૃથ્વીરાજસિંહ જાદવની પંચમહાલ, નિલેશભાઈ ગલથરાની મહિસાગર બદલી કરવામાં આવી છે.