એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટ બની રોમાંચક, અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા 174 રનની જરૂર
આજે (20 જૂન) એશિઝ શ્રેણી 2023ની પ્રથમ ટેસ્ટનો છેલ્લો દિવસ છે
આજે (20 જૂન) એશિઝ શ્રેણી 2023ની પ્રથમ ટેસ્ટનો છેલ્લો દિવસ છે. આ ટેસ્ટ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને અંતિમ દિવસે 174 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના હાથમાં હજુ સાત વિકેટ છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની જીતની શક્યતાઓ સૌથી વધુ છે. ઉસ્માન ખ્વાજા (34) અને નાઈટ વોચમેન સ્કોટ બોલેન્ડ (13) રમતમાં છે. ત્યારબાદ ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સની બેટિંગ બાકી છે.
The stage is set. Our Aussie men need 174 runs to win. 👊#Ashes pic.twitter.com/5rYS1JIJUj
— Cricket Australia (@CricketAus) June 19, 2023
મેચ એક રીતે ઓસ્ટ્રેલિયાની તરફેણમાં જતી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને એશિઝ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે કરેલી ભૂલ યાદ હશે. વાસ્તવમાં, ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે આઠ વિકેટના નુકસાન પર 393 રને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. તે સમયે જો રૂટ 118 રન પર નોટઆઉટ હતો. તેણે ત્યાં સુધી 152 બોલનો સામનો કર્યો હતો અને 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રૂટે 'બેઝબોલ' સ્ટાઈલમાં બેટિંગ કરી જેના કારણે તેનો સ્ટ્રાઈક રેટ 77.63 રહ્યો હતો.
ઈંગ્લેન્ડ પોતાની જાળમાં ફસાઈ ગયું.
પ્રથમ દાવમાં ધમાકેદાર બેટિંગ કરનાર ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 273 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281 રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલની સ્થિતિને જોતા લાગે છે કે ઓસ્ટ્રેલિયા તેને સરળતાથી હાંસલ કરી લેશે. હાલના તબક્કે ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે મજબૂત સ્થિતિમાં હોવાનું જણાય છે.
આ મેદાન પર 2005માં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 282 રનની જરૂર હતી અને ટીમ બે રનથી હારી ગઈ હતી. આ વખતે તેને 281 રનની જરૂર છે અને તે પછી ટોચના ત્રણ ક્રમાંકિત બેટ્સમેનોમાં માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ છે. ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં આઠ વિકેટે 393 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 386 રન બનાવ્યા હતા.
આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ચોથા દિવસે ટી-બ્રેક સુધી 273 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને 80 રનમાં ચાર અને કેપ્ટન પેટ કમિન્સે 63 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. ઓલી રોબિન્સને 27 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. રોબિન્સને સ્ટુઅર્ટ બ્રોડ સાથે નવમી વિકેટ માટે 27 રનની ભાગીદારી કરી હતી. જેમ્સ એન્ડરસને ટીમને 270 રન સુધી પહોંચાડી હતી.
આ મેદાન પર 2005માં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 282 રનની જરૂર હતી અને ટીમ બે રનથી હારી ગઈ હતી. આ વખતે તેને 281 રનની જરૂર છે અને તે પછી ટોચના ત્રણ બેટ્સમેનો વોર્નર, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ આઉટ થઇ ગયા છે. ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં આઠ વિકેટે 393 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 386 રન બનાવ્યા હતા.