Ashes 2022, Aus Vs Eng: ઇગ્લેન્ડના પૂંછડિયા બેટ્સમેનોએ બે ઓવર રમી ઓસ્ટ્રેલિયન ટીમને જીતથી રાખી દૂર
ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી છે.
Ashes 2022, Aus Vs Eng: ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ દિવસ સુધી તમામ પ્રયાસો કર્યા પરંતુ ઇગ્લેન્ડના પૂંછડિયા બેટ્સમેનોએ મેચને એક વિકેટથી બચાવી લીધી હતી. જોકે, ઓસ્ટ્રેલિયા આ સીરિઝમાં 3-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચને જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને પોતાની ટીમને બચાવી હતી.
અંતિમ ત્રણ બેટ્સમેનોએ લગભગ 11 ઓવર સુધી બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને જીતવા દીધું નહોતું. અંતિમ વિકેટ માટે જેમ્સ એન્ડરસન આવ્યો ત્યારે થોડા સમય બાદ જ ખરાબ લાઇટના કારણે સ્પિનર્સ લગાવવા પડ્યા અને બાદમાં મેચ ડ્રો જાહેર કરાઇ હતી.
અંતિમ દિવસે ઇગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ, જોની બેયરસ્ટ્રો અને અન્ય બેટ્સમેનોએ મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાને સફળતા મળતી ગઇ હતી. એક સમયે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને 4-0ની લીડ મેળવી લેશે. 193ના સ્કોર પર સ્ટોક્સ આઉટ થયો હતો અને બાદમાં જોસ બટલર, માર્ક વુડ અને જોની બેયરસ્ટ્રો પણ આઉટ થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયા મેચ જીતવા ચાર-ચાર સ્લિપ લગાવી, લેગ ગલી પણ લગાવી દીધી પરંતુ મેચ જીતી શક્યું નહી.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 416નો મોટો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે ઇગ્લેન્ડ 294 રન બનાવ્યા હતા. બાદમાં બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 265 રન પર ઇનિંગ ડિક્લેર કરી હતી. જ્યારે ઇગ્લેન્ડે બીજી ઇનિંગમાં 270 રન બનાવ્યા અને એક વિકેટથી મેચ બચાવી લીધી હતી. ઉસ્માન ખ્વાજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ખ્વાજાએ બંન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી.
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર