શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યુ, નિસંકા-મેંડિસની તોફાની બેટિંગ, ભારત લગભગ એશિયા કપમાંથી બહાર

Asia Cup 2022, IND vs SL: સુપર 4ની આજની મેચમાં ભારતને શ્રીલંકાએ 6 વિકેટથી હરાવ્યું છે. ભારતે આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

Asia Cup 2022, IND vs SL: સુપર 4ની આજની મેચમાં ભારતને શ્રીલંકાએ 6 વિકેટથી હરાવ્યું છે. ભારતે આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ દરમિયાન પથુમ નિસંકા અને મેંડિસે શાનદાર બેટિંગ કરી હતી. બીજી તરફ ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકાની 3 વિકેટ ઝડપી હતી. 

એશિયા કપમાંથી લગભગ બહાર થઈ ટીમ ઈન્ડિયાઃ

આ હાર સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ પહેલા પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. હાર બાદ હવે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. દુબઈમાં મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત કરી હતી. આ બંને વચ્ચે મજબૂત ભાગીદારી બની હતી. નિસાન્કાએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મેન્ડિસે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ચરિથ અસલંકા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. અંતમાં ભાનુકા રાજપક્ષે અને દાસુન શંકાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. રાજપક્ષેએ 17 બોલમાં 25 રન બનાવ્યા હતા. બીજી તરફ શંકાએ 18 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા.

ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 41 બોલમાં 72 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગ્સમાં 5 ફોર અને 4 સિક્સ સામેલ હતી. સૂર્ય કુમાર યાદવે 29 બોલમાં 34 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે 17-17 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિને અણનમ 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ખાતું ખોલતાની સાથે જ આઉટ થઈ ગયો હતો.

શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કરુણારત્ને અને કેપ્ટન શંકાને 2-2 વિકેટ મળી હતી. મહિષ તિક્ષાનાએ 3 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget