Asia Cup 2022: વસીમ અકરમે ભારતના આ બેટ્સમેનને પાક. માટે ગણાવ્યો ખતરો, રમી શકે છે 360 ડિગ્રી શોટ
Asia Cup 2022: 27 ઓગસ્ટથી એશિયા કપ 2022 શરૂ થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે.
India vs Pakistan Asia Cup 2022: 27 ઓગસ્ટથી એશિયા કપ 2022 શરૂ થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની યોજાનારી મેચને લઈને ચારેબાજુ ચર્ચા ચાલી રહી હતી. બંને ટીમોની તાકાત કયા ખેલાડીઓ છે અને કયા ખેલાડીઓ ટીમની નબળાઈ છે તેની પણ ઉગ્ર ચર્ચા થઈ રહી છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે આ ભારતીય ખેલાડીને પાકિસ્તાન માટે ખતરો ગણાવ્યો છે.
સૂર્યકુમાર યાદવને ગણાવ્યો ખતરનાક ખેલાડીઃ
પૂર્વ બોલર વસીમ અકરમે સૂર્યકુમાર યાદવને ભારતની ટીમનો સૌથી ખતરનાક ખેલાડી ગણાવતા કહ્યું કે, "ભારત પાસે રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી જેવા ઘણા દિગ્ગજ બેટ્સમેન છે પરંતુ મારી દ્રષ્ટિએ આ સમયે સૌથી ખતરનાક સૂર્યકુમાર યાદવ છે. સૂર્યકુમાર યાદવ 360 ડિગ્રી શોટ રમી શકે છે અને કોઈપણ બોલિંગ આક્રમણનો સામનો કરી શકે છે. જ્યારે તે લયમાં હોય ત્યારે કોઈ પણ બોલરને ધોઈ શકે છે.
પાક. માટે બાબર અને રિઝવાન મહત્વના બેટ્સમેનઃ
વસીમ અકરમે આગળ કહ્યું કે, "પાકિસ્તાન વિશે વાત કરીએ તો, બાબર અને રિઝવાન મહત્વપૂર્ણ હશે જેઓ ટેકનિકલી એટલા મજબૂત છે કે તેઓ વધુ તક આપતા નથી. આ બંને બેટ્સમેનના બેટ પર નિયંત્રણ રાખવું બોલરો માટે પડકારજનક રહેશે. અકરમે કહ્યું કે, બંને ટીમોના પ્રદર્શનને જોતાં હાલ કોઈ પણ આગાહી કરવી મુશ્કેલ છે પરંતુ આ અત્યાર સુધીનો સૌથી મજબૂત એશિયા કપ થવાનો છે.
આ પણ વાંચોઃ
Asia Cup 2022: જ્યારે પ્રથમ વખત એશિયા કપમાં પાક.ને હરાવી ચેમ્પિયન બન્યું ભારત, આ ખેલાડી હતા મેચના હિરો
IND vs ZIM: પ્રેસ કોન્ફરન્સમાં શુભમનની જર્સી લઈને પહોંચ્યો ઝિમ્બાબ્વેનો બોલર, આપ્યું પ્રસંશનીય નિવેદન
Gujarat Election : કેજરીવાલનો ધડાકોઃ બહુ જલદી CR પાટીલને હટાવાશે
Gujarat Election 2022 : હવે AAPએ કયા બે સરકારી વિભાગોને લઈ કરી મોટી જાહેરાત?
Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ
BWF World Championships: સાઇના નેહવાલની વિજયી શરૂઆત, હોંગકોંગની ખેલાડીને હરાવી